તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીસા ભારતીનું ફાર્મ હાઉસ ટાંચમાં લેવાયું, મની લોન્ડ્રિંગ કેસમાં EDની કાર્યવાહી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. ED  દ્વારા મીસા ભારતી અને તેના પતિનું દિલ્હીમાં આવેલું એક ફાર્મ હાઉસ ટાંચમાં લેવામાં આવ્યું છે. આ ફાર્મહાઉસ પાલમ વિસ્તારના બિઝવાસનમાં આવેલું છે. ફાર્મ હાઉસની કિંમત આશરે 30થી 40 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઈડીની કાર્યવાહી બાદ હવે મીસા ભારતી ફાર્મ હાઉસનો કોઈપણ રીતે ઉપયોગ નહીં કરી શકે.
 
8 જુલાઈએ ઈડીએ પાડ્યા હતા દરોડા
 
- બેનામી પ્રોપર્ટીના મામલે ઈડીએ મીસા ભારતીના દિલ્હી સ્થિત 3 ઠેકાણાંઓ પર 8 જુલાઈનાં રોજ દરોડા પાડ્યાં હતા.
- ઈડીએ આ મામલે મીસા અને તેમના પતિ શૈલેષને સમન્સ પાઠવ્યું હતું.
 
જૈન બ્રધર્સને ઠેકાણાં પર પણ સર્ચ ઓપરેશન
 
- ઈડીએ મીસા ભારતીના જે ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા તેમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટની પાસેના બિજવાસન ફાર્મહાઉસ, સૈનિક ફાર્મ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા મની લોન્ડ્રિંગ કેસ અંતર્ગત મારવામાં આવ્યા હતા.
- આ ઉપરાંત ઈડીના અધિકારીઓએ જૈન બ્રધર્સ વિરેન્દ્ર અને સુરેન્દ્ર કુમારના ઠેકાણાં પર પણ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
- આ દરોડાના સંબંધમાં ઈડીની ટીમ મીસાના પતિ શૈલેષને અલગ અલગ જગ્યાએ લઈ ગઈ હતી. ત્યારે તેમની લગભગ છ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
 
મીસાના જૈન બ્રધર્સ સાથે શું છે કનેકશન?
 
- ઈડીને શંકા છે કે વેપારી વિરેન્દ્ર જૈન અને સુરેન્દ્ર જૈન દ્વારા લગભગ 8,000 કરોડની મની લોન્ડ્રિંગ કરવામાં આવી છે.
- જૈન બ્રધર્સે જ મીસાને મની લોન્ડ્રિંગથી દિલ્હીના બિજવાસનમાં લગભગ દોઢ કરોડનો ફાર્મ હાઉસ અપાવ્યો હતો.
- મે માસમાં મીસા ભારતીના સીએની ઈડીએ મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરી હતી.
- આ મામલે શેલ કંપનીના વિરેન્દ્ર જૈન અને સુરેન્દ્ર જૈનની ધરપકડ પહેલાં જ થઈ ચુકી છે. હાલ બંને ભાઈઓ જેલમાં છે. તેમના પર હાઈ પ્રોફાઈલ લોકોના બ્લેકમનીને વ્હાઈટ કરવાનો આરોપ છે.
અન્ય સમાચારો પણ છે...