તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની આજે થશે જાહેરાત, WB પર ખાસ નજર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ઈલેક્શન કમિશને શુક્રવારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી. પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને આસામ સિવાય યુનિયન ટેરેટરી પુડુચેરીમાં 4 એપ્રિલથી 16 મે સુધી ચૂંટણી યોજાશે. 19 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
આસામની બે તબક્કામાં ચૂંટણી થશે
- પહેલા તબક્કાની ચૂંટણી 4 એપ્રિલ (65 સીટ માટે)
- બીજા તબક્કાની ચૂંટણી (61 સીટ માટે) 11 એપ્રિલ
- કુલ બેઠકઃ 126
- કુલ વોટર્સઃ 1.98 કરોડ
- પોલિંગ બુથ- 25,000
પશ્ચિમ બંગાળમાં છ તબક્કામાં ચૂંટણી થશે

- કુલ સીટ 294
- કુલ વોટર્સઃ 6.55 કરોડ
- પોલિંગ બૂથઃ 77, 247
- પહેલા તબક્કાનું મતદાન- 4 એપ્રિલ (18 સીટ માટે)- 11 એપ્રિલ (31 સીટ માટે)
- બીજા તબક્કાનું મતદાન -17 એપ્રિલ (56 સીટ માટે)
- ત્રીજા તબક્કાનું મતદાન- 21 એપ્રિલ (62 સીટ માટે)
- ચોથો તબક્કાનું મતદાન - 25 એપ્રિલ (49 સીટ માટે)
- પાંચમા તબક્કાનું મતદાન- 30 એપ્રિલ (53 સીટ માટે)
- છઠ્ઠા તબક્કાનું મતદાન- 5 મે (25 સીટ માટે)
તામિલ નાડુમાં એક જ તબક્કામાં મતદાન
- કુલ સીટઃ 234
- કુલ વોટર્સઃ 5.8 કરોડ
- પોલિંગ બુથઃ 65,616
- મતદાનઃ 16 મે
કેરળમાં 16 મેના એક તબક્કામાં જ મતદાન
- કુલ સીટઃ 140
- કુલ વોટર્સઃ 2.56 કરોડ
પુડુચેરીમાં 16 મેના એક જ તબક્કામાં મતદાન
- કુલ સીટઃ 30
- કુલ વોટર્સઃ 9.27 લાખ
પાંચેય રાજ્યોની ચૂંટણીની મતગણતરી 19 મેના રોજ કરાશે
EC પ્રેસ કોન્ફરન્સની મહત્વી વિગતો
- ચૂંટણીમાં નોટાનું ચિન્હ પણ રાખવામાં આવશે.
- પાંચેય રાજ્યોમાં વુમન પોલિંગ સ્ટેશન પણ બનાવવામાં આવશે.
- ઈવીએમ મશીનમાં દરેક ઉમેદવારનો ફોટો પણ રાખવામાં આવશે જેથી મતદાતાઓને કોઈ મુંઝવણ ન થાય
- આ પાંચ રાજ્યોમાં 824 વિધાનસભા સીટ માટે મતદાન કરાશે.
- પાંચ રાજ્યોમાં કુલ 1700 લાખ લોકો મતદાન કરશે.
- ચૂંટણીના 10 દિવસ પહેલા સુધી ઉમેદવાર તેમનું નામ નોંધાવી શકશે.
પશ્ચિમ બંગાળ પર ખાસ નજર

- પશ્ચિમ બંગાળને લઈને ઈલેક્શન કમિશન ખાસ સતર્ક જોવા મળી રહી છે. તાજેતરમાં જ અહીં ઘણી હિંસક ઘટનાઓ બની છે.
- માનવામાં આવે છે કે આ રાજ્યમાં 100 ટકા પૈરા મિલેટ્રી ફોર્સ તૈનાત કરવામાં આવી શકે છે.
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે કમિશને હોમ મિનિસ્ટ્રી અને પૈરા મિલેટ્રી ફોર્સની ઘણી કંપનીઓની માગણી કરી છે.
આસામ, કેરળમાં કોંગ્રેસ દાવેદાર

આસામ અને કેરળમાં કોંગ્રેસ સત્તા પર છે. આસામમાં તરુણ ગોગોઈ 15 વર્ષથી સત્તામાં છે. અહીં તેમણે સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડી શકે છે. પાર્ટીના કેટલાક ધારાસભ્યો પહેલા જ બળલો કરીને ભાજપમાં જોડાઇ ગયા છે. કેરળમાં કોંગ્રેસ ના નેતૃત્વ હેઠળના યુડીએફ અને ડાબેરીઓના ગઠબંધન વચ્ચે મુકાબલો થવાની સંભાવના છે.

પશ્ચિમ બંગાળમાં મમતાનો ગઢ મજબૂત

પશ્ચિમ બંગાળમાં સત્તાધારી ટીએમસીનો ગઢ મજબૂત મનાય છે. મમતા 2011માં ડાબેરીઓના 34 વર્ષના શાસનને સમાપ્ત કરીને મુખ્યપ્રધાન બન્યાં હતાં. લોકસભામાં પણ તેમની પાર્ટીએ 42 પૈકીની 34 બેઠકો જીતી હતી.

તમિલનાડુમાં ઇતિહાસનું પુનરાવર્તન થશે

રાજ્યમાં 28 વર્ષથી એઆઈએડીએક અને ડીએમકે વારાફરથી સત્તામાં આવતા રહે છે. પણ ગત લોકસભા ચૂંટણીમાં જયલલિતાની પાર્ટીએ રાજ્યની 39 પૈકીની 37 બેઠકો જીતી હતી.અન્ય સીટો એનડીએને મળી હતી. ડીએમકેને એક પણ બેઠક નહોતી મળી. પાર્ટીએ આ વખતે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે.

16 હજાર નવા નાગરિકો મતદાન કરશે

બાંગ્લાદેશ સાથએ એન્ક્લેવ્સની અદલા-બદલી બાદ ભારતીય નાગરિક બનેલા 16 હજાર મતદાતાઓ પહેલી વાર મતદાન કરશે.
અન્ય સમાચારો પણ છે...