તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમારી શાખ પર સવાલ ઉઠાવનાર સામે કાર્યવાહીનો હક આપે સરકાર: EC

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ચૂંટણીપંચ (EC) એ કાયદા મંત્રાલયને પત્ર લખ્યો છે. તેના પ્રમાણે, ચૂંટણીપંચે સરકાર પાસે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર માંગ્યો છે, જેઓ પોલ પેનલની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવીને તેની છાપ ખરાબ કરવાની કોશિશ કરે છે.
 
કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ્સ ઍક્ટ, 1971માં ફેરફાર કરવાનું સૂચન
 
- ધ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે, ચૂંટણીપંચ કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ્સ ઍક્ટ, 1971માં અમેન્ડમેન્ટ્સ લાવવા માંગે છે, જેથી તેમનો આદેશ ન માનનારાઓ કે તેમની ઇમેજને નુકસાન પહોંચાડનારા લોકો પર કાર્યવાહી કરી શકાય.
- ચૂંટણીપંચે આશરે એક મહિના પહેલા સરકારને પત્ર લખ્યો હતો. લૉ મિનિસ્ટ્રી હાલમાં આ મુદ્દા પર વિચાર કરી રહી છે.
 
ચૂંટણીપંચે ઉદાહરણો પણ આપ્યા
 
- પત્રમાં ચૂંટણીપંચે પાકિસ્તાનના ચૂંટણીપંચનું ઉદાહરણ પણ આપ્યું. પાકિસ્તાનનું ચૂંટણીપંચ તેમની ઇમેજ ખરાબ કરવાની કોશિશ કરનાર વિરુદ્ધ કન્ટેમ્પ્ટની કાર્યવાહી કરી શકે છે.
- આ જ વર્ષના એક કેસમાં ECP (ઇલેક્શન કમિશન ઑફ પાકિસ્તાન)એ તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના નેતા ઇમરાન ખાન વિરુદ્ધ કન્ટેન્પ્ટ નોટિસ જાહેર કરી હતી. ઇમરાને ફોરેન ફંડિંગના એક કેસમાં ચૂંટણીપંચ બાયસ (પૂર્વગ્રહ) હોવાની વાત કહી હતી.
 
શા માટે ઉઠ્યો આ મામલો?
 
- તાજેતરમાં આમ આદમી પાર્ટી સહિત ઘણા રાજકીય દળોએ EVMને લઇને ચૂંટણીપંચની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા હતા.
- આપે તો વિધાનસભામાં ઇવીએમ જેવા દેખાતા એક ઇક્વીપમેન્ટનો ડેમો પણ આપ્યો હતો.
- ચૂંટણીપંચે પણ ઇવીએમમાં ચેડાં સાબિત કરવા માટે તમામ રાજકીય દળોને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમાં ફક્ત બે પાર્ટીઓએ હાજરી આપી હતી. 
અન્ય સમાચારો પણ છે...