તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે પરત આવશે PAKમાં ગુમ થયેલા 2 ભારતીય ખાદિમ, લાહોરની દરગાહે ગયા હતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી. પાકિસ્તાનમાં ગુમ થયેલા બે ભારતીય ખાદિમ સોમવારે ભારત પરત ફર્યા. જેમાં હજરત નિઝામુદ્દીન ઓલિયા દરગાહના મુખ્ય ખાદિમ આસિફ અલી નિઝામી અને તેમના ભત્રીજા નાઝિમ અલી નિઝામીનો સમાવેશ થાય છે. પરત ફર્યા બાદ નિઝામીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના એક વર્તમાનપત્રએ તેમને ભારતીય જાસૂસી એજન્સી રૉના એજન્ટ ગણાવ્યા હતા. બીજી તરફ ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ બંને ખાદિમ પર સવાલ ઉઠાવ્યા છે. સ્વામીએ કહ્યું હતું કે આ બંને પાકિસ્તાનમાં દેશ વિરોધી કામ કરી રહ્યા હતા. જોકે, નાઝિમ અલી નિઝામીનું કહેવું છે કે તે ફરીથી પાકિસ્તાન જશે.
 
 
પાક.ના અખબારે બંનેને રૉના એજન્ટ ગણાવી તસવીર પણ છાપી
 
સોમવારે પરત ફર્યા બાદ એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં નાજિમે કહ્યું કે, પાકિસ્તાનના વર્તમાનપત્ર 'ઉમ્મતે' અમારા વિશે ખોટો રિપોર્ટ છાપ્યો હતો. અખબારે અમને રૉના એજન્ટ ગણાવીને અમારી તસવીર પણ છાપી હતી. નાઝિમે ભારત સરકાર, નરેન્દ્ર મોદી અને સુષ્માનો આભાર વ્યક્ત કર્યો હતો.
 
મારી પાસે બંને દેશ વિરોધી હોવાની માહિતીઃ સ્વામી
 
સ્વામીએ કહ્યું કે, આ લોકો ખોટું બોલી રહ્યા છે કે તેમને પાકિસ્તાનમાં ડિટેન કરવામાં આવ્યા હતાં. તે લોકો પોતાના બચાવમાં સહાનુભૂતિ મેળવવા માટે આવું કહી રહ્યા છે. આટલા દિવસ સુધી આઈએસઆઈ તેમની સાથે શું કરી રહી હતી? તે લોકો કહી રહ્યા છે કે તેમને રૉના એજન્ટ કહેવામાં આવ્યા. પરંતુ આવી વાતો તો ઉગ્રવાદી કે આતંકીઓ કહે છે કે તેમને ત્યાં ભારતમાંથી રૉના એજન્ટ આવ્યા. મારી પાસે એક માહિતી છે કે બંને પાકિસ્તાનમાં દેશ વિરોધી કામ કરી રહ્યા હતા.
 
સુષમાએ કરી હતી પાકિસ્તાન સાથે વાત

દિલ્હી એરપોર્ટથી તે બંને સીધા નિઝામુદ્દીન દરગાહે પહોંચ્યા હતા. રવિવારે સુષમા સ્વરાજે જણાવ્યું હતું કે હજરત નિઝમુદ્દીન ઓલિયા દરગાહના મુખ્ય ખાદિમ આસિફ અલી નિઝામી અને તેમના ભત્રીજા નાઝિમ અલી નિઝામીને પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સીએ છોડી દીધા છે. તેઓએ તેમની મુક્તિ માટે નવાજ શરીફના વિદેશ મામલાઓના સલાહકાર સરતાજ અજીજ સાથે વાત કરી હતી.
 
લાહોરની દાતા દરબાર દરગાહમાં ગયા હતા બંને
 
- ખાદિમ અને નજીમ નિઝામી લાહોરની દાતા દરબાર દરગાહ પર ગયા હતા. તેઓએ ત્યાંથી પરત આવવા માટે કરાચીની ફ્લાઈટમાં બેસવાનું હતું.
- તેમના પરિવારના લોકોનું કહેવું હતું કે આસિફ નિઝામીને લાહોર એરપોર્ટ પર અધૂરા ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ હોવાનું કારણ જણાવીને રોકવામાં આવ્યા હતા.
- એક સૂત્રએ જણાવ્યું હતું કે ખાદિમ લાહોર એરપોર્ટથી જ્યારે બીજા મૌલવી કરાચી એરપોર્ટથી લાપતા થયા હતા.
- ભારત સરકારે અને ઇસ્લામાબાદમાં ભારતીય એમ્બેસીએ આ મામલો પાકિસ્તાન સરકારની સામે ઉઠાવ્યો હતો.
- મળતી માહિતી મુજબ, બંને મૌલવી પોતાના સંબંધીઓને મળવા કરાચી ગયા હતા. ત્યારબાદ તેઓ લાહોરમાં દાતા દરબારની દરગાહ પર ગયા હતા.
- લાંબા સયમથી દાતા દરબાર અને નિજામુદ્દીન દરગાહના ખાદિમ એકબીજાને ત્યાં આવતા-જતા રહે છે.   
 
પાકિસ્તાનમાં અલગ-અલગ દાવાઓ
 
- પાકિસ્તાની મીડિયામાં અહેવાલો આવ્યા હતા કે આઈએસઆઈએ બંને મૌલવીઓને ગુમ કરાવ્યા છે.
- પાક ઇન્ટેલિજન્સ એજન્સીઓને આશંકા હતી કે બંનેનો સંબંધ મુહાજિર કૌમી મૂવમેન્ટ (એમક્યૂએમ) સાથે હોઈ શકે છે.
- જોકે, અધિકારિક રીતે પાક સરકાર કહેતું રહ્યું કે આસિફ અને નાજિમ પોતાના શ્રદ્ધાળુઓને મળવા સિંધના અંતરિયાળ વિસ્તારોમાં ગયા હતા અને ત્યાં મોબાઈલ સેવા ન હોવાને કારણે તેમના પરિવાર સાથે સંપર્ક નહોતો થઈ રહ્યો.
 
સંબંધિત વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો