તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરનાથ હુમલાના વિરોધમાં થઇ રહેલા દેખાવો દરમિયાન મુસ્લિમ વેપારીને પડી થપ્પડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિસાર: પોલીસે આજે જણાવ્યું કે હિસારમાં અમરનાથ શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલાના વિરોધમાં બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા થઇ રહેલા દેખાવો દરમિયાન યુપીના એક મુસ્લિમ ટ્રેડરે ‘ભારત માતા કી જય’ બોલવાનો ઇન્કાર કરતા એક અજાણ્યા વ્યક્તિએ તેને થપ્પડ માર્યો હતો.
 
મુસ્લિમ વેપારીએ ભીડમાં સામેલ 100 લોકો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
 
- કાશ્મીર ઘાટીમાં શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલાના વિરોધમાં ગઇકાલે બજરંગદળના કાર્યકર્તાઓએ હિસારની એક મસ્જિદ પાસે કૂચ કરી હતી.
- જ્યારે કૂચ ચાલતી હતી, તે દરમિયાન ઉત્તરપ્રદેશના સહારનપુરના એક મુસ્લિમ વેપારી મસ્જિદમાં નમાજ પઢવા માટે આવ્યા હતા.
- જ્યારે બજરંગદળના કાર્યકર્તાઓએ ‘ભારત માતાકી જય’નો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ત્યારે ભીડમાંના એક જણે મસ્જિદના દરવાજા પાસે ઊભેલા મુસ્લિમ વેપારીને પણ સૂત્રોચ્ચાર કરવા કહ્યું. જ્યારે તેણે તેનો ઇનકાર કર્યો તો ભીડમાંના કોઇ વ્યક્તિએ તેને થપ્પડ મારી દીધો.
- પોલીસે જણાવ્યું કે તે વેપારીએ ભીડમાં સામેલ આશરે 100 અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
 
ઘટના પછી મસ્જિદનો દરવાજો બંધ કરી દેવાયો ને પોલીસને જાણ કરવામાં આવી
 
- બજરંગદળના નેતા જણાવે છે કે દળના કોઇ માણસે તે વેપારીને થપ્પડ નહોતો માર્યો. આ ઘટના બન્યા પછી મસ્જિદમાં હતા તે લોકોએ તેનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો અને પોલીસને આ બાબતની જાણ કરી.
- આ દરમિયાન પૂતળાં બાળ્યા પછી અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા પછી બજરંગ દળના કાર્યકર્તાઓનું ટોળું વિખરાઇ ગયું હતું.
- પોલીસે જણાવ્યું કે, રમખાણો, વિવિધ જાતિઓ વચ્ચે દુશ્મનાવટ પેદા કરવી, કોઇપણ જાતિની ધાર્મિક લાગણીઓને દુભવવી, ધાર્મિક પૂજામાં લીન એસેમ્બ્લીમાં વિઘ્ન નાખવું, જાણીજોઇને કોઇને નુકસાન કરવું અને ગુનાહિત ધાક-ધમકીના કેસ આ 100-125 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ નોંધવામાં આવ્યા છે.
- સિટી પોલીસ સ્ટેશનના એસએચઓ લલિતકુમારે જણાવ્યું કે અત્યાર સુધી કોઇની પણ ધરપકડ કરવામાં નથી આવી. 
અન્ય સમાચારો પણ છે...