તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DU ચૂંટણીઃ ABVPનો 3 પોસ્ટ પર કબ્જો, પેનલમાં NSUIની 2 વર્ષ બાદ વાપસી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ યૂનિયન(DUSU)ની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ગત વર્ષની જેમ આ વખતે પણ ABVPને જીત મળી છે. જોકે, આ વખતે તે ક્લીન સ્વીપ નથી કરી શકી. જ્યારે NSUIએ 2 વર્ષ બાદ વાપસી કરતા સંયુક્ત સચિવની પોસ્ટ પર કબજો કરી લીધો છે. ડીયુ સાથે જ જેએનયુ વિદ્યાર્થી સંઘ ચૂંટણી માટે પણ શુક્રવારે જ મતદાન થયું હતું જેનું પરિણામ પણ ટૂંક સમયમાં આવવાની આશા છે.
ABVPના પ્રેસિડેન્ટ, વાઈસ પ્રેસિડેન્ટ અને સેક્રેટરી...

- શનિવારે આવેલા ડીયુ સ્ટુડન્ટ યૂનિયનની ચૂંટણીના પરિણામોમાં એબીવીપીએ પ્રેસિડેન્ટ, વાઈસ પ્રેસિડેન્ટ અને સેક્રેટરીની પોસ્ટ જીતી છે.
- પ્રેસિડેન્ટ પોસ્ટ માટે એબીવીપીના અમિત તંવર ચૂંટાયા છે. જ્યારે વાઈસ પ્રેસિડેન્ટ પોસ્ટ માટે પ્રિયંકા અને સેક્રેટરી પદ પર અંકિત સિંહ સાંગવાન ચૂંટાયા છે.
- સંયુક્ત સચિવ પદ પર NSUIના મોહિત ગરિડને મૂકવામાં આવ્યા છે.
- ચૂંટણીમાં ABVP, સીપીએમ સમર્થિત આઈસા અને NSUIના 17 ઉમેદવાર વચ્ચે મુકાબલો હતો.
- ડીયુ ઈલેક્શનમાં આ વખતે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રદોહનો મુદ્દો છવાયેલો રહ્યો હતો.
આ વર્ષના મતદાનમાં 7 ટકાનો ઘટાડો

- આ વખતે મતદાનમાં ગત વર્ષની સરખામણીએ 7 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
- ડીયુમાં આ વખતે ચૂંટણીમાં 36 ટકાથી ઓછા સ્ટુડન્ટ્સે મતદાન કર્યું હતું, જ્યારે ગત વર્ષે 43.3 ટકા મતદાન થયું હતું.
- જ્યારે, ડીયુની 44 કોલેજોમાં થયેલી સ્ટુડન્ટ કાઉન્સિલની ચૂંટણીમાં NSUI એ 33 જીત હાંસલ કરી, જ્યારે 11 કોલેજોમાં ABVPને જીત મળી છે.
JNU સ્ટુડન્ટ યૂનિયનના પરિણામ પર બધાની નજર

- JNUમાં આ આખું વર્ષ ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે.
- 9 ફેબ્રુઆરીના રોજ આ કાર્યક્રમમાં કથિત રૂપે દેશ વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા અને જેએનયૂના વિદ્યાર્થી સંઘના પ્રેસિડેન્ટ કન્હૈયા કુમાર અને બે અન્યની ધરપકડ કરવામાં આવી હતી.
- આ ઘટના બાદ દેશભરમાં રાષ્ટ્રવાદ તથા દેશદ્રોહના મુદ્દાએ જોર પકડ્યું હતું. જેએનયૂમાં આ વખતે ચૂંટણી આ જ મુદ્દાના આધારે લડાઈ છે.
- ચીફ ઈલેક્શન કમિશનર ઈશિતા મન્ના પ્રમાણે, આ ચૂંટણીમાં કુલ 5181 મત પડ્યા છે. આ ગત વર્ષની સરખામણીએ સૌથી વોટિંગ ટર્નઆઉટ(અંદાજે 60 ટકા) છે.
- જેએનયૂમાં સેન્ટ્રલ પેનલ માટે કુલ 18 ઉમેદવારો મેદનમાં છે, જ્યાં વોટર્સની સંખ્યા અંદાજે 8600 છે. જ્યારે 79 ઉમેદવાર યુનિવર્સિટીના વિવિધ કેન્દ્રોમાં કાઉન્સિલર પદો માટે મેદાનમાં છે.
આ સપ્તાહે ન દેખાયો કન્હૈયા

- સ્ટુડન્ટની આ ભીડ અને ઘોંઘાટમાં જેએનયૂએસયૂના લીડર કન્હૈયા કુમાર કોઈ ગુમનામની જેમ મત નાખવા આવ્યો અને ચૂપચામ જતો રહ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તે જોવા મળ્યો ન્હોતો.
- રસપ્રદ વાત છે કે, જે કન્હૈયા કુમાર છેલ્લા 7 મહિનામાં સૌથી ચર્ચિત સ્ટુડન્ટ લીડરની જેમ રજૂ કરવામાં આવ્યો, તેના જ સંગઠન એઆઈએસએફ(સીપીઆઈની વિદ્યાર્થી વિંગ)નો એક પણ ઉમેદવાર જેએનયૂ વિદ્યાર્થી સંઘ ચૂંટણીમાં ઉભો ન થયો.
- જેએનયૂમાં 9 ફેબ્રુઆરી બાદ કન્હૈયાની ધરપકડ અને પછી 'અમારે જોઈએ આઝાદી'ના ભાષણ બાદ દેશમાં આ ચર્ચાઓ થવા લાગી હતી કે હવે તમામ વામપંથી સંગઠન દક્ષિણપંથી દળો વિરુદ્ધ એક જૂથ થયા કારણ કે તેમના નેતૃત્વ માટે સ્ટાર મળી ગયો છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો