પ્રદૂષણ કોલંબોમાં પણ ઓછું નથી, કોહલીની ત્રેવડી સદી રોકવા શ્રીલંકન ટીમનો ડ્રામા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: બીજી ટેસ્ટ હારી ગયેલી શ્રીલંકન ટીમે રવિવારે દિલ્હીમાં એર પોલ્યુશનનું બહાનું બનાવીને ચાર વખત રમત અટકાવી હતી. ટેસ્ટ મેચના ઇતિહાસમાં પહેલીવાર આમ થયું હતું. હકીકતમાં શ્રીલંકન ખેલાડીઓ પ્રદૂષણ અને ખરાબ એર ક્વૉલિટીનું બહાનું બતાવી રહ્યા હતા, પરંતુ હકીકત એ છે કે તેઓ ત્રેવજી સદી તરફ આગળ વધી રહેલા વિરાટ કોહલીને રોકવા માંગતા હતા. પરિણામે ગુસ્સામાં કોહલીએ ઇનિંગ ડિક્લેર કરી દીધી. ભારતીય ખેલાડીઓએ માસ્ક વગર ફિલ્ડીંગ કરી. 3 વિકેટ પણ લીધી. શ્રીલંકાએ બહાનુ બનાવ્યું, પરંતુ હકીકત એ છે કે કોલંબોમાં પણ પ્રદૂષણ ઓછું નથી.

 

રવિવાવરે દિલ્હી ટેસ્ટ દરમિયાન શું થયું હતું?

 

- ટેસ્ટ દરમિયાન બીજા દિવસે રવિવારે ખરાબ હાલતમાં આવી ગયેલી શ્રીલંકન ટીમના સાત ખેલાડીઓ લંચ બ્રેક પછી માસ્ક પહેરીને ઉતર્યા. અલગ-અલગ ખેલાડીઓના કારણે ચાર વખત રમત અટકાવવી પડી. આ કારણે 26 મિનિટનો ગેપ પડ્યો.

- પહેલા 122 અને 124 ઓવર દરમિયાન મેચ અટકી. પછી 127મી ઓવર દરમિયાન બે વાર મેચ અટકાવવામાં આવી.

- શ્રીલંકાના ખેલાડીઓ ખરાબ એર ક્વૉલિટીની ફરિયાદ કરી રહ્યા હતા, આ દરમિયાનમાં લગભગ 20 હજાર દર્શકો હાજર હતા. આ તમામ શ્રીલંકા વિરુદ્ધ- લૂઝર્સ લૂઝર્સના નારા લગાવી રહ્યા હતા.

 

અને હકીકત આ છે

 

1) કોહલીને અટકાવવા માટે તમાશો કર્યો

 

- BCCIના એક્ટિંગ પ્રેસિડેન્ટ સી.કે. ખન્નાએ કહ્યું, “વિરાટની ત્રેવડી સદી અટકાવવા માટે શ્રીલંકાએ તમાશો કર્યો. ટીમ ઇન્ડિયા તેમજ 20 હજાર દર્શકોને કેમ કોઇ મુશ્કેલી ન નડી? મને આશ્ચર્ય છે કે શ્રીલંકાની ટીમે આટલો મોટો બખેડો ઊભો કર્યો. હું આ વિશે સેક્રેટરીને વાત કરીશ અને તેમને કહીશ કે તેઓ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને આ વિશે લખે.”

 

2) દિલ્હીમાં શનિવારે ફક્ત 3.5% વધારે હતું પ્રદૂષણ

 

પ્રદૂષણ

3 ડિસેમ્બર

2 ડિસેમ્બર

પીએમ-2.5

366

316

પીએમ-10

175

142

 

 

 

3) શ્રીલંકામાં પોલ્યુશન કંટ્રોલ માટે આર્મી-નેવીની મદદ લેવી પડી

 

- 2016માં દિલ્હીમાં 2.2ગણુ, જ્યારે કોલંબોમાં 3.6 ગણુ વધારે પોલ્યુશન હતું. આખું વર્ષ શ્રીલંકામાં પણ ક્રિકેટની રમત રમવામાં આવી. ના તો શ્રીલંકાના કે ના તો અન્ય કોઇ દેશના ખેલાડીઓએ ત્યાં માસ્ક પહેરીને મેચ રમ્યા.

- શ્રીલંકા 2017માં પણ પ્રદૂષણ સામે એ રીતે ઝઝૂમ્યું છે કે તેને પોલ્યુશન કંટ્રોલના નિયમો લાગુ કરાવવામાં નેવી અને આર્મીની મદદ લેવી પડી. શ્રીલંકાના મંત્રી પતાલી ચંપિકા રાનાવાકાએ ગયા નવેમ્બરમાં જ આ વાત કબૂલી હતી.

- ડિસેમ્બરની શરૂઆતમાં બે દિવસોમાં કોલંબોમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ 100થી 150ની વચ્ચે હતો. આ દિલ્હીથી ઓછે છે, પરંતુ આ ઇન્ડેક્સ ‘અનહેલ્ધી ફોર સેન્સિટિવ ગ્રુપ્સ’ની કેટેગરીમાં આવે છે.

 

4) વિરાટ બે દિવસ રમ્યો, માસ્કની જરૂર નથી પડી

 

- ઇન્ડિયાના બોલિંગ કોચ ભારત અરૂણે કહ્યું, “વિરાટ કોહલીએ આશરે બે દિવસ સુધી બેટિંગ કરી અને તેમને માસ્કની જરૂર ન પડી. અમારું ફોકસ એ વાત પર હતું કે અમારે શું કરવું છે. બંને ટીમો માટે કન્ડિશન એક જેવી જ હતી. અમને તેનાથી કોઇ પરેશાની નથી થઇ.”

 

શ્રીલંકાના કોચે શું કહ્યું?

 

- શ્રીલંકાના ઇન્ટરિમ કોચ નિક પોથાસે કહ્યું, “ગમાગે અને લકમલ પરિસ્થિતિઓથી ઝઝૂમી રહ્યા હતા. મેચ રેફરી અને ડોક્ટર બંને જ અમારા ડ્રેસિંગ રૂમમાં હતા. લકમલ સતત ઉલ્ટીઓ કરી રહ્યા હતા. ધનંજય ડિસિલ્વા પણ ઉલ્ટીઓ કરી રહ્યા હતા. આ ખૂબ મુશ્કેલ હતું અને તમે ફક્ત ડોક્ટર્સની સલાહ પર જ ભરોસો કરી શકો તેમ હતા, કારણકે અમે લોકો મેડિકલ પર્સન નથી. અમે આગલા દિવસે રમીશું કે નહીં, તે મેચ ઓફિશિયલ્સ નક્કી કરશે.”

અન્ય સમાચારો પણ છે...