તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતચીત નિષ્ફળ હતી, કોર્ટ બહાર સેટલમેન્ટ મંજૂર નહી: બાબરી એક્શન કમીટી કન્વીનર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખનઉ: સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામમંદિર વિવાદનો કોર્ટની બહાર ઉકેલ લાવવાની વાત કહી છે. તેના પર બાબરી એક્શન કમિટીના કન્વીનર જફરયાબ જિલાનીએ કહ્યું કે પહેલા થયેલી વાતચીત નિષ્ફળ રહી છે, પરિણામે આઉટ ઑફ કોર્ટ સેટલમેન્ટ શક્ય નથી. આરએસએસે કહ્યું કે મામલો ધર્મસંસદ અને તે તમામ પાર્ટીઓ વચ્ચે નક્કી થશે જેઓ આ મામલાને કોર્ટમાં લઇ ગયા છે.
 
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે આ મામલામાં સંબંધિત તમામ પક્ષ મળીને, સાથે બેસીને સર્વસંમતિ સાધે. જો આ મામલે થનારી વાતચીત નિષ્ફળ રહે તો અમે દરમિયાનગીરી કરીશું અને આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે એક મધ્યસ્થી નિયુક્ત કરીશું.
 
સરકારે કહ્યું- વાતચીત કરીને મંદિર બનાવવાનું કામ આગળ વધશે
 
- કેન્દ્રીય પ્રવાસનમંત્રી ડૉ. મહેશ શર્માએ કહ્યું, “અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારીએ છીએ. આશા રાખીએ છીએ કે વાતચીત કરવાથી રામમંદિરનું કામ આગળ વધશે. સરકાર અને પાર્ટીનો વિચાક છે કે અયોધ્યામાં રામમંદિર બનવું જોઇએ.”
- શર્માએ એમપણ કહ્યું, “રામમંદિર કોઇ રાજનૈતિક મુદ્દો નથી, પરંતુ તે લાખો કરોડો લોકોની આસ્થાની વાત છે. મારા મંત્રાલયે રામાયણ સર્કિટ માટે 154 કરોડ રૂપિયા આપ્યા છે. કોર્ટના આ નિર્ણયથી આ કામમાં વધુ ઝડપ આવશે.”
- બીજેપી મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયે કહ્યું, “મંદિર બનવું જોઇએ પરંતુ, તેનાથી સમાજમાં સંપ બની રહેવો જોઇએ.”
- સીપીએમના સીતારામ યેચુરી કહ્યું, “મામલાનો ઉકેલ વાતચીતથી ન આવ્યો ત્યારે જ કોર્ટ સુધી ગયો હતો.”
 
RSS એ શું કીધું હતું?
 
- આરએસએસના દત્તાત્રેય હોસબોલેએ કહ્યું, “મામલો ધર્મ સંસદમાં ઉકેલવામાં આવશે. તેમાં તે તમામ પક્ષો સામેલ થશે જે કોર્ટ ગયા હતા.”
 
શું હતો હાઇકોર્ટનો ફોર્મ્યુલા અને શું છે વિવાદ
 
- 28 સપ્ટેમ્બર, 2010ના રોજ સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઇકોર્ટને આ વિવાદાસ્પદ મામલામાં ફેંસલો આપવાથી અટકાવતી પિટીશન રદ કરી હતી જેનાથી નિર્ણય માટેનો રસ્તો ક્લિયર થઇ ગયો.
- 30 સપ્ટેમ્બર, 2010ના રોજ અલાહાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્ચે વિવાદાસ્પદ 2.77 એકરની જમીનને મામલા સાથે જોડાયેલા 3 પક્ષોમાં સરખે હિસ્સે વહેંચી દેવાનો આદેશ આપ્યો હતો.
 
કોણ છે 3 પક્ષ, શું હતો ફોર્મ્યુલા?
 
- નિર્મોહી અખાડા: વિવાદાસ્પદ જમીનનો ત્રીજો ભાગ એટલે કે રામ ચબૂતરો અને સીતા રસોઇવાળી જગ્યા.
- રામલલા વિરાજમાન: ત્રીજો હિસ્સો એટલે કે રામલલાની મૂર્તિવાળી જગ્યા.
- સુન્ની વકફ બોર્ડ: વિવાદાસ્પજ જમીનનો બચેલો ત્રીજો ભાગ.
 
કોનો શું દાવો?
 
- બીજેપી, વીએચપી સહિત ઘણા હિંદુ સંગઠનો વિવાદાસ્પદ જમીન પર રામમંદિર અને સુન્ની વકફ બોર્ડ સહિત ઘણા મુસ્લિમ સંગઠનો અહીંયા મસ્જિદ હોવાનો દાવો કરે છે.
- હિન્દુઓનું કહેવું છે કે આ જગ્યા રામજન્મ ભૂમિ છે. અહીંયા ભગવાન રામનું મંદિર હતું, જેને મુગલ શાસક બાબરના સિપાઇસાલાર મીર બાકીએ 1528માં તોડાવી નાખ્યું હતું અને તેની જગ્યાએ મસ્જિદ બનાવી દીધી જેને બાબરી મસ્જિદ કહેવામાં આવી.
 
મસ્જિદ બન્યાના 325 વર્ષ પછી થઇ હતી પહેલી વાર હિંસા
 
- આ મુદ્દે આઝાદીના પણ ઘણા સમય પહેલાથી વિવાદ ચાલુ છે. તેને લઇને સૌથી પહેલા 1853માં હિંસા થઇ હતી. હિંદુઓએ આરોપ લગાવ્યો કે અયોધ્યામાં રામમંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી. એટલે અમને ત્યાં પૂજા કરવા દેવામાં આવે. મુસ્લિમો પોતાની વાત પર અડી ગયા. પરિણામે મસ્જિદ બન્યાના (1528) લગભગ 325 વર્ષો પછી બંને પક્ષોમાં પહેલીવાર હિંસા થઇ.
- 1859માં બ્રિટિશ સરકારે તારની વાડ કરીને મસ્જિદની અંદર મુસ્લિમોને અને બહાર હિન્દુઓને પ્રાર્થના કરવાની પરવાનગી આપી જેથી હિંસા ન થાય. 1885માં મામલો પહેલીવાર કોર્ટમાં પહોંચ્યો. મહંત રઘુબર દાસે બાબરી મસ્જિદની બાજુમાં એક રામમંદિર બનવવાની પરવાનગી માટે ફૈઝાબાદની કોર્ટમાં પિટીશન ફાઇલ કરી.
- 23 ડિસેમ્બર, 1949 ના રોજ આશરે 50 હિન્દુઓએ મસ્જિદના અંદરના ભાગમાં કથિત રીતે ભગવાન રામની મૂર્તિ રાખી દીધી. ત્યારબાદ મુસલમાનોએ ત્યાં નમાજ પઢવાનું બંધ કરી દીધું અને તેની જગ્યાએ હિન્દુઓએ પૂજા શરૂ કરી દીધી. જોકે મુસલમાનોએ ત્યાંથી મૂર્તિ હટાવવાની ઘણીવાર માંગ કરી.
 
6 ડિસેમ્બર 1992નો દિવસ
 
- 6 ડિસેમ્બર, 1992 ના રોજ આ વિવાદ તેની ચરમસીમાએ પહોંચ્યો. તે દિવસે હજારોની સંખ્યામાં કારસેવકોએ અયોધ્યા પહોંચીને બાબરી મસ્જિદની ત્રણ ગુંબજોને નુકસાન પહોંચાડ્યું, જેના પછી દેશભરમાં સાંપ્રદાયિક તોફાનો થયા. સેંકડો લોકો માર્યા ગયા. તે દિવસને ભારતના ઇતિહાસનો કાળો અધ્યાય કહેવામાં આવ્યો. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ હિંસક ઘટનાઓ થઇ.
 
1950માં પહેલીવાર મસ્જિદને માળખું કહેવામાં આવ્યું
 
- 16 જાન્યુઆરી 1950ના રોજ ગોપાલસિંહ વિશારદ નામના વ્યક્તિએ ફૈજાબાદની કોર્ટમાં એક અરજી દાખલ કરીને રામલલા પૂજાની પરવાનગી માંગી હતી. તેમણે કોર્ટ પાસે ત્યાંથી મૂર્તિ હટાવવા પર ન્યાયિક રોક લગાવવાની પણ માંગ કરી હતી.
- 5 ડિસેમ્બર, 1950 ના રોજ મહંત પરંમહંસ રામચંદ્ર દાસે પૂજા ચાલુ રાખવા અને બાબરી મસ્જિદમાં રામમૂર્તિને રાખવાના મામલે કેસ દાખલ કર્યો. પહેલીવાર મસ્જિદને માળખું કહેવામાં આવ્યું. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો