તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકમાં ગુમ થયેલા મૌલવી બોલ્યા: અમને ચા, બિસ્કિટ અને સ્પેશિયલ દાળ આપી હતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: બે ભારતીય ખાદિમ જેઓ પાકિસ્તાનમાં ગુમ થઇ ગયા હતા, તેઓ સોમવારે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને મળ્યા હતા. બંને મૌલવીઓ સુરક્ષિત રીતે દિલ્હી પાછા ફરે તે સુનિશ્ચિત કરવા માટે સુષ્મા સ્વરાજે ઇસ્લામાબાદમાં જે દરમિયાનગીરી કરી તે માટે બંનેએ તેમનો આભાર માન્યો હતો. સુષ્માને મળ્યા પછી દિલ્હીની સુફી દરગાહના મુખ્ય મૌલવીએ તેમના ગુમ થવાની વાત વિશે તેમનું મૌન તોડ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં અમારી સાથે સારું વર્તન કરવામાં આવ્યું હતું. અમને ભાવતી વસ્તુઓ ઓફર કરવામાં આવી હતી.
 
દિલ્હી સુફી દરગાહના મુખ્ય મૌલવીએ ગુમ થવા વિશે કર્યો ખુલાસો
 
-મૌલવીઓના પરિવારજનોએ પાકિસ્તાનની સિક્યોરિટી એજન્સી પર આરોપ મૂક્યો છે કે, તેમણે દિલ્હીની નિઝામુદ્દીન દરગાહના 80 વર્ષીય મુખ્ય મૌલવી સૈયદ આસિફ અલી નિઝામી અને તેમના 66 વર્ષીય ભત્રીજા અલી નિઝામીની પૂછપરછ માટે અટકાયત કરી હતી.
- સુષ્માને મળ્યા પછી દિલ્હીની સુફી દરગાહના મુખ્ય મૌલવીએ તેમના ગુમ થવાની વાત વિશે તેમનું મૌન તોડ્યું હતું.
- તેમણે કરાચી એરપોર્ટ પર થયેલા તેમના ડિટેન્શન વિશે વાત કરી. તેમણે કહ્યું કે તેમના મોઢા પર કપડું બાંધીને તેમને એરપોર્ટ પરથી ડિટેઇન કરીને કરાચીથી ખાસા દૂર શાંત સ્થળે લઇ જવામાં આવ્યા હતા.
- તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું? તેના જવાબમાં તેમણે કીધું કે જરાય નહી. તેમણે કહ્યું કે તેમની પૂછપરછ કરનારાઓએ તેમને બિસ્કિટ્સ ઓફર કર્યા હતા અને તેમને જેવી ભાવે છે તેવી જ ચા બનાવીને આપી હતી.
- તેમણે એ પણ કહ્યું કે જ્યારે તેમણે મટન ખાવાની ના પાડી તો તેમણે તેમને દાળ પકાવીને આપી હતી.  
 
14 માર્ચે કરાચી એરપોર્ટથી થયા હતા ગાયબ
 
- બે મૌલવીએ 8 માર્ચે લાહોરની દાતા દરબાર સુફી દરગાહમાં ગયા હતા, પરંતુ, 14 માર્ચે કરાચી એરપોર્ટ પહોંચતાની સાથે જ તેઓ ગાયબ થઇ ગયા હતા.
- જ્યારે તેમના ગુમ થયાના સમાચાર દિલ્હી પહોંચ્યા, તો સુષ્મા સ્વરાજે પાકિસ્તાનમાં રહેલા ભારતીય હાઇ કમિશનના અધિકારીઓને બંને મૌલવીઓની મુક્તિને સુનિશ્ચિત કરવા માટે પાકિસ્તાનની સરકાર સાથે ક્લોઝ ફોલો-અપ કરવા જણાવ્યું હતું.
- મૌલવીઓના ગુમ થવાનો સંબંધ સિક્યોરિટી એજન્સી સાથે હોઇ શકે છે તે બાબતની પહેલી હિન્ટ ત્યારે મળી જ્યારે સુષ્મા સ્વરાજે 17 માર્ચે ટ્વિટ કર્યું કે કરાચીમાં રહેલા તેમના હોસ્ટ ભારતીય હાઇ કમિશન સાથે કોઇ દબાણ હેઠળ હોવાને કારણે વાત નથી કરી રહ્યા.
- સપ્તાહના અંતે સુષ્માએ પાકિસ્તાનના વડાપ્રધાનના વિદેશી બાબતોના સલાહકાર સરતાજ અઝીઝ સાથે પણ વાત કરી. ત્યારબાદ ટુંક સમયમાં બંને મૌલવીઓને છોડી દેવામાં આવ્યા.
 
પાકિસ્તાની મીડિયાએ કહ્યું સિંધના વિસ્તારોમાં ફરતા હતા, ગુમ નહોતા થયા
 
- દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા પછી તરત જ નઝીમ અલી નિઝામીએ પાકિસ્તાની મીડિયાના એ રિપોર્ટ્સને ખોટાં ઠરાવ્યા હતા જેમાં સૂચવ્યું હતું કે તેઓ ગુમ નહોતા થયા પરંતુ, તેઓ સિંધના આંતરિક વિસ્તારોમાં ફરી રહ્યા હતા. ત્યાં કોઇ કોમ્યુનિકેશન નેટવર્ક ન હતું.
- મૌલવીએ કહ્યું, કે અમારી પાસે સિંધના અંતરતમ વિસ્તારોમાં ફરવા માટેના વિઝા જ નથી તો અમે ત્યાં કેવી રીતે જઇ શકીએ?
 
ન્યુઝપેપરે કહ્યા ભારતીય એક્સટર્નલ એજન્સીના એજન્ટ્સ
 
- જોકે તેઓએ એ તો ન જણાવ્યું કે શું થયું હતું, પરંતુ તેઓ પાકિસ્તાની ઉર્દુ પેપર ડેઇલી ઉમ્મતની એક કોપી લઇ આવ્યા છે, જેમાં એક ન્યુઝ રિપોર્ટમાં દિલ્હીની સુફી દરગાહના બે મુલાકાતી મૌલવીઓને ભારતીય એક્સટર્નલ એજન્સીના એજન્ટ્સ ગણાવ્યા હતા.  
- નિઝામુદ્દીન દરગાહના વડા મૌલવીના દીકરા સાજિદ નિઝામીએ NDTV ને જણાવ્યું કે, ન્યુઝપેપરમાં આવેલા આ મીડિયા રિપોર્ટને કારણે તેમને એરપોર્ટ પરથી પૂછપરછ માટે ઉઠાવવામાં આવ્યા હતા.
- નઝીમ અલીએ કહ્યું કે અમે નિઝામુદ્દીન દરગાહને શાંતિ અને પ્રેમનો સંદેશ ફેલાવવા માટે પાકિસ્તાન ગયા હતા. ત્યાં એવા ઘણા લોકો છે જે શાંતિ અને પ્રેમના આ સંદેશ સાથે સંમત થતા નથી. 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો