તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Digvijay Singh Alleges Link Of Modi And Bodh Gaya Blast

દિગ્વિજય સિંહે બિહારમાં બ્લાસ્ટનું જોડ્યું મોદી સાથે કનેક્શન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોંગ્રેસના વિવાદી નેતા દિગ્વિજયે મોદી પર પ્રહાર કરી ફરીથી વિવાદનો મધપુડો છંછેડ્યો
- વિસ્ફોટના એક દિવસ પહેલાં મોદીએ નીતીશને પાઠ ભણાવવાનું કહ્યું હતું : દિગ્વિજય, કોંગ્રેસ
- દિગ્વિજયનું મગજ ચસકી ગયું છે, તેમના પર ધ્યાન આપવા જેવું નથી : અનંતકુમાર, ભાજપ


બોધગયા મંદિર પરિસરમાં વિસ્ફોટની તપાસ હજી આરંભિક તબક્કામાં જ છે, પરંતુ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ મુદ્દે વાક્યુદ્ધ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના નેતા દિગ્વિજયે વિસ્ફોટ અને નરેન્દ્ર મોદી વચ્ચે કનેકશનની તપાસની માગણી કરી નાખી છે. જવાબમાં ભાજપે દિગ્વિજયનું મગજ ચસકી ગયું હોવાનું કહ્યું છે.

કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજયે સોમવારે ટ્વીટ કર્યું કે ‘ભાજપના અમિત શાહે અયોધ્યામાં રામમંદિર નિર્માણનું વચન આપ્યું. તે જ દિવસે નરેન્દ્ર મદીએ ભાજપના કાર્યકરોને સંબોધન કરતી વખતે નીતીશ સરકારને પાઠ ભણાવવાની વાત કરી. બીજા જ દિવસે મહાબોધિ મંદિરમાં બોમ્બ વિસ્ફોટ થયા. તેમાં પરસ્પર કોઈ કનેકશન તો નથી ને ? મને ખબર નથી. એનઆઈએએ આ અંગે તપાસ કરવી જોઈએ.’

આગળ વાંચો : દરેક બોમ્બ પર તે ક્યાં મૂકવાનો છે તે લખાયું હતું, વિસ્ફોટ નહીં થાય તેવો દાવો કોઈ ન કરી શકે : નીતીશ