તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરિયાણા: મુરથલમાં મહિલાએ દિયર અને જેઠ સહિત 7 લોકો પર લગાવ્યો રેપનો આરોપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાનીપત : જાટ અનામત આંદોલન દરમિયાન તા. 22મી ફેબ્રુઆરીની રાત્રે હરિદ્વારથી દિલ્હી આવી રહેલી એક મહિલાએ તેના જ પરિવારના સાત લોકો પર રેપનો આરોપ મુક્યો છે. મુરથલમાં જીટી રોડ પર તેણી સાથે રેપ થયો હતો. પીડિતાના જણાવ્યા પ્રમાણે તેની સાથે રેપમાં તેના દિયર અને જેઠ પણ સામેલ હતાં. આ કેસમાં ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
મહિલા સાથે રેપ વિશે ડીઆઈજી રાજશ્રીએ જણાવ્યું કે...
- હાઈકોર્ટે આ કેસમાં દખલ દીધા પછી એસઆઈટી કેસ જોઈ રહી છે. પોલીસ પાસે એક મહિલાએ ગેંગરેપની ફરિયાદ પણ દાખલ કરાવી છે.
- ડીઆઈજીએ કહ્યું છે કે, હાલ આ વાત કન્ફર્મ કરવી મુશ્કેલ છે કે, આ કેસ આંદોલન સાથે જોડાયેલો છે કે નહીં.
- સોનીપતના એસપી અભિષેક ગર્ગના જણાવ્યા પ્રમાણે આંદોલન દરમિયાન કોઈ પણ મહિલા સાથે કોઈ જબરજસ્તી કરવામાં આવી નથી.
- ગર્ગે કહ્યું છે કે, આ કેસમાં તપાસ થઈ રહી છે. એસઆઈટીએ મેજિસ્ટ્રેટ સામે નિવેદન પણ નોંધાવી દીધું છે.
શાહે ખટ્ટર પાસે માગ્યો રિપોર્ટ

- સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિત શાહે સીએમ મનોહર લાલ ખટ્ટર પાસેથી સ્થિતિનો રિપોર્ટ માગ્યો છે.
- રવિવારે સાંજે 8 વાગે શાહના ઘરે સીએમની તેમની સાથે મુલાકાત થઈ હતી.
- શાહે ખટ્ટરને સ્થિતિ પર નિયંત્રણ મેળવવાનું, ક્યાં ખામી આવી, આંદોલનકારીઓને રોકવામાં શુ મુશ્કેલ આવી તે વિશે ચર્ચા કરવામાં આવી હતી.
ત્રણ સાક્ષી આવ્યા સામે

- આ ઘટનામાં ત્રણ સાક્ષીઓ સામે આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, આંદોલનકારીઓએ ચંદીગઢથી આવતી અમુક ગાડીઓને રોકી હતી.
- તેમણે મહિલાઓને ઘસેડવાનું શરૂ કર્યું હતું, વિરોધ કરવામાં આવ્યો ત્યારે પુરૂષોને પણ માર મારવામાં આવ્યો હતો.
- મહિલાઓના કપડાં પણ ફાટી ગયા હતા, આંદોલનકારીઓ મહિલાઓને ખેતર બાજુ ઘસેડીને લઈ ગયા હતા અને ગાડીઓમાં આગ લગાડી દેવામાં આવી હતી.
- બાળકોને નીચે ફેંકી દેવામાં આવ્યા હતા. ત્યારપછી શું થયું તે અમે જોઈ નહોતા શક્યા.
- પંજાબના એક ટ્રેક ડ્રાઈવરે કહ્યું કે, આંદોલનકારીઓએ તેની પણ ટ્રક સળગાવી દીધી હતી.
મહિલાઓને ફાટેલા કપડાંઓમાં ભાગતા જોઈ
- અમે ત્યારે જ 3 મહિલાઓને ફાટેલા કપડાંમાં ભાગતા પણ જોઈ હતી અને તેઓ બચાઓ બચાઓની બુમો પાડતી હતી.
- એક ટ્રક ડ્રાઈવર નિંરજને જણાવ્યું કે તેણે જોયુ કે મહિલાઓ સાથે ખરાબ વર્ત કરવામાં આવતું હતુ અને તેમને ખેંચીને ખેતરમાં લઈ જવામાં આવી હતી
- ત્યારપછી શું થયું ખબર નથી. નિરંજને કહ્યું કે તેઓ પોલીસને નિવેદન આપવા માટે પણ તૈયાર છે.
હરિયાણા આંદોલનકારીઓએ રેપ કર્યો હોવાની બાબતે આ પહેલા પણ ઘણાં થઈ ચૂક્યા છે ઘટસ્ફોટ, તે જાણવા કરો આગળની સ્લાઈડ ક્લિક