• Gujarati News
  • Differing Views In Congress On Who Should Lead The Party In Lok Sabha

કોંગ્રેસમાં લોકસભાના નેતા ચૂંટવામાં અસમંજસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કોંગ્રેસમાં લોકસભાના નેતા ચૂંટવામાં અસમંજસ
- સોનિયા, રાહુલ કે કમલનાથમાંથી કોઈને જવાબદારી મળી શકે છે

કોંગ્રેસ લોકસભામાં તેમના નેતા કોણ રહેશે તે અંગે નિર્ણય નથી કરી શકતી. એક જૂથ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નામની તરફેણ કરી રહ્યું છે. બીજું જૂથ એમ ઇચ્છે છે કે રાહુલ સંસદમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરે. સૌથી વરિષ્ઠ નેતા કમલનાથ પણ આ રેસમાં છે. કોંગ્રેસ નેતા શશી થરુરે જણાવ્યું હતું કે પક્ષના રાજકીય નેતૃત્વને જ ગૃહમાં કોંગ્રેસના નેતા બનાવવા જોઇએ. અગાઉ થરુરે એમ જણાવ્યું હતું કે સોનિયાને લોકસભામાં કોંગ્રેસના નેતાની જવાબદારી આપવી જોઇએ. કોંગ્રેસના પાર્લામેન્ટરી ર્બોડની બેઠકમાં સોનિયાની જ નેતા તરીકે વરણી કરવામાં આવી હતી.

વિપક્ષી નેતા અંગેનો નિર્ણય સરકાર પાસે

સંસદીય કાર્યના રાજ્યકક્ષાના પ્રધાન પ્રકાશ જાવડેકરના જણાવ્યા અનુસાર વિપક્ષી નેતા અંગેનો નિર્ણય ૪થી જૂન સુધી લેવામાં આવશે. સંસદનું સત્ર આ જ દિવસે શરૂ થાય છે. કોંગ્રેસ પાસે ૪૪ સીટો છે. વિપક્ષના નેતાના હોદ્દા માટે પક્ષ પાસે કમસે કમ પપ સીટો હોવી જરૂરી છે. પણ લોકસભાના અધ્યક્ષ ઇચ્છે તો આ નિયમમાં છૂટછાટ આપી શકે છે.સોનિયાના પક્ષમાં દલીલો પક્ષે બેવડાં નેતૃત્વની રણનીતિ ન અપનાવવી જોઇએ. જે ગયા વખતે સોનિયા અને મનમોહનસિંઘના રૂપે હતી.
આગળ વાંચો, રાહુલ ગાંધી માટેનો તર્ક