દિવાળી બોનસ: ડિઝલના ભાવમાં 3.37 રૂપિયાનો ઘટાડો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ડીઝલ 4 સસ્તું
- ડી કંટ્રોલ | હવે ઓઇલ કંપનીઓ દર પખવાડિયે ડીઝલની કિંમત નક્કી કરશે
- સબસીડી | આધાર કાર્ડ સાથે જોડાયેલા બેન્ક ખાતામાં સીધી જ રકમ જમા થશે
- કુદરતી ગેસના ભાવ એમએમબીટીયુ દીઠ 5.61 ડોલર કરાયો
- જોકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 4.2 ડોલરનો જ ભાવ મળશે
- ગ્રાહકો દ્વારા અપાતી સુધારાયેલી રકમ એસ્ક્રો એકાઉન્ટમાં જમા થશે
- નવા ભાવ 1 નવેમ્બરથી
- ડીઝલ | નિયંત્રણ મુક્ત થતા 5.7 ટકાનો ઘટાડો થયો

નવી દિલ્હી: સરકારે ડીઝલ નિયંત્રણ મુક્ત કરી દીધું છે અને સાથે જ તેના ભાવમાં પણ ઘટાડો કર્યો છે. દિલ્હીમાં શનિવાર મધ્યરાત્રિથી ડીઝલ 3.37 રૂપિયા પ્રતિ લિટર સસ્તુ થઇ ગયું છે. દિલ્હીમાં તેનો ભાવ હવે 5.7 ટકા ઓછો એટલે 55.60 રૂપિયા પ્રિત લિટર થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેબિનેટની યોજાયેલી બેઠકમાં ડીઝલના ભાવને અંકુશ મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નાણાં પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું કે હવે ડીઝલનો ભાવ બજાર આધારિત હશે. નિર્ણય પછી તાકીદે ઇન્ડિયન ઓઇલે ભાવોમાં ઘટાડાની જાહેરાત કરી છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાથી ઇન્ડિયન ઓઇલ અને ઓઇલ વેચતી અન્ય કંપનીઓને હાલમાં ડીઝલના વેચાણ પર લિટર દીઠ 3.56 રૂપિયાનો નફો થઇ રહ્યો હતો.

રાંધણ ગેસ, કેરોસીન પર નુકસાન

ઓઇલ કંપનીઓને હજીપણ કેરોસીન પર 31.22 રૂપિયા પ્રતિ લિટર અને સબસિડીવાળા રાંધણ ગેસના પ્રતિ સિલિન્ડર પર 404.64 રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.
આગળ વાંચો, જાન્યુઆરી 2013થી ભાવ વધી રહ્યા હતા, પેટ્રોલ સવા ચાર વર્ષ પહેલા નિયંત્રણ મુક્ત થયું હતું, ક્રૂડ ઓઇલના ચાર વર્ષના નીચલા સ્તરે, પ્રાકૃતિક ગેસનો ભાવ 33.5 ટકા વધ્યો