ડેવલપમેન્ટ ઈન દિલ્હીઃ નરેન્દ્ર મોદી V/s નિતિશ કુમાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી લોકસભાની ચૂંટણીના પરિણામ જેમના પર નિર્ભર છે તેવા ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર બન્ને દિલ્હીમાં ઉપસ્થિત છે અને એકબીજાને પડકાર ફેંકી રહ્યા છે. ગઈકાલે નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ટૂડેના કોન્ક્લેવમાં એમનો ડેવલપમેન્ટ શો રજૂ કર્યો હતો. જેના બીજા જ દિવસે એટલે કે રવિવારે નિતિશ કુમારે પણ દિલ્હીના રામલીલા મેદાનમાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના હેતુથી અધિકારી રેલી યોજીને ડેવલપમેન્ટનો ઝંડો ફરકાવ્યો હતો.

નીતીશ કુમારે ભાષણમાં પોતાનો વિકાસ મંત્ર 'રિઅલ' હોવાનું જણાવ્યું હતું. રાજકીય પંડિતો મુજબ નીતીશ કુમારે આડકતરી રીતે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે નરેન્દ્ર મોદીનો વિકાસ મંત્ર 'ફેક' છે અને પોતાનો વિકાસમંત્ર જ 'રિઅલ' છે. આમ તેમણે ડેવલપમેન્ટની દોડમાં પોતાની અલગ દાવેદારી નોંધાવી છે.

ઉલ્લેખીય છે કે ગઈકાલે ઈન્ડિયા ટૂડે કોન્ક્લેવમાં નરેન્દ્ર મોદીને તેમના ગુજરાતના મોડલ અંગે પત્રકારો અને ઉપસ્થિત શ્રોતાઓના કેટલાક આકરા સવાલોનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આજે નિતિશ કુમારે જણાવ્યું હતું કે બિહારનું વિકાસનું મોડલ 'રિઅલ' મોડલ હશે. આમ દિલ્હીમાં 'ફેક' (ખોટા) અને 'રિઅલ' (ખરા) મોડલનો મુદ્દો ચર્ચામાં બની રહ્યો હતો.

યૂપીએના સૌથી મોટા હરીફ ગણાતા એનડીએના બન્ને અદના નેતાઓ મોદી અને નિતિશ તેમના ખાટા સંબંધોને લીધે આમપણ ચર્ચામાં છે. પરંતુ બન્ને દિગજ્જોએ દિલ્હીમાં ડેવલપમેન્ટના મુદ્દે કરેલી વાતો રાષ્ટ્રીય રાજકારણમાં નવો વણાંક લાવે તેના તરફ ઈશારો કરે છે.

આગળ વાંચો, નરેન્દ્ર મોદી અને નિતિશ કુમારના ડેવલમેન્ટના મુદ્દે શું-શું કહ્યું...