• Gujarati News
  • A Boy With Hanging Neck, Fighting Against Life And Death

VIDEO: જિંદગી અને મોતની વચ્ચે કંઇક આવી રીતે લટકી માસૂમની ગર્દન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભોપાલઃ 12 વર્ષનો મહેન્દ્ર મેડિકલ સાયંસની એક ગુપ્ત બીમારીનો સામનો કરી રહ્યો છે. પોતાના પગ પર ઊભા રહેવાની અને ચાલવાનું તો દૂર, સામાન્ય બાળકોની જેમ મહેન્દ્ર સામે પણ જોઇ શકતો નથી. તેનું કારણ છે મહેન્દ્રની લટકેલી ગર્દન. મહેન્દ્રની ગર્દનની સામેની તરફથી લટકી ગઇ છે. લાખ કોશિશો કરવા છતાં ડોકટર્સ આ બીમારીનો ઇલાજ શોધવામાં નિષ્ફળ થઇ ગયા છે પરંતુ મા બાપની આશાની ઝોળી હજુ પણ ભરેલી છે. તેઓ હજુ પણ એ આશાએ ડૉકટરોનો દરવાજો ખટખટાવી રહ્યા છે કે એક દિવસ તેમનો દીકરો ગર્દન ઉઠાવીને સામાન્ય બાળકોની જેમ જીવન જીવી શકશે.
અનેક મોટી હોસ્પિટલોમાં કરાવી ચૂક્યા છે ઇલાજ
આ કિસ્સો છે છત્તરપુર જિલ્લાના બમીઠા પોલીસ ક્ષેત્રના જટાપહારી ગામનો છે. જ્યાં 12 વર્ષનો બાળક વારસાગત સમસ્યાથી પરેશાન છે. આર્થિક રૂપે નબળા આ બાળકના પિતા અને માતાએ તેના ઇલાજ માટે પોતાની આર્થિક સ્થિતિથી વધુ ખર્ચ કર્યો છે. દેશની અનેક મોટી મોટી હોસ્પિટલોમાં ઇલાજ કરાવ્યો, પરંતુ તેમને કિ લાભ થયો નથી.
ગર્ભાવસ્થા દરમિયાન દવા લેવાથી થયું આમ
બાળકનો ઇલાજ કરી રહેલા ડૉકટર સુરેશ બૌદ્ધે જણાવ્યું કે મહેન્દ્ર વારસાગત સમસ્યાથી પીડિત છે અને મેડીકલ લાઇનમાં તેનો ઇલાજ હવે અસંભવ છે. ડૉ. બુદ્ધે જણાવ્યું હતું કે, 'જ્યારે બાળક માંના પેટમાં હોય અને ઝોળા છાપ ડૉકટરોની સલાહને પગલે દવાઓનું સેવન કર્યું હોય ત્યારે આમ થાય છે. જન્મજાત વિકૃતિ હોવાના કારણે આ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય છે. બાળક કુપોષિત પણ છે.'
આગળની સ્લાઇડમાં જુઓ, અજીબ બીમારી સામે લડી રહેલા મહેન્દ્રની તસવીરો...