તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હી-જયપુર વચ્ચે બનશે નવો હાઈવે, 270 KM મુસાફરી 6 થી ઘટી 2 કલાકની થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના જણાવ્યાં અનુસાર, દિલ્હી અને જયપુર વચ્ચે નવો હાઈવે બનાવવામાં આવશે. જેને એક્સેસ કંટ્રોલ હાઈવે નામ આપવામાં આવશે. આ હાઈવે તૈયાર થયા બાદ બંને શહેરો વચ્ચેની મુસાફરી 6 કલાકથી ઘટીને 2 કલાકની થશે. આ હાઈવેનું નિર્માણકાર્ય 2017થી શરુ થઈ જશે. ટૂંક સમયમાં જમીન અધિગ્રહણનું કામ કરી લેવામાં આવશે. ગડકરીએ જણાવ્યું કે, આ હાઈવેના નિર્માણમાં 16 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
એક્સેસ કંટ્રોલ હાઈવે...

- આ હાઈવેને ખાસ હાઈ સ્પીડ વ્હીકલ્સ માટે ડિઝાઈન કરવામાં આવશે. આવતા-જતા વ્હીકલ્સને પ્રોપરલી રેગ્યુલેટ કરવામાં આવે છે.
- હાઈવેની બંને તરફ મેડિકલ અને બીજી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- વિશ્વના ઘણા દેશોમાં આ પ્રકારના હાઈવે છે. જેને જુદા-જુદા નામે ઓળખવામાં આવે છે.
- ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને કેનેડાના અમુક ભાગોમાં ફ્રિ-વે અને એક્સપ્રેસ વે, આયર્લેન્ડ તથા બ્રિટનમાં મોટર-વે તથા એશિયાના ઘણા દેશોમાં એક્સપ્રેસ-વે તરીકે આ માર્ગ જાણીતા છે.
- ઈટાલીમાં પ્રથમ એક્સેસ કંટ્રોલ હાઈવે 1920માં બન્યો હતો. જેને ઓટોસ્ટ્રાડા નામ આપવામાં આવ્યું છે.
ગુડગાંવમાં ગડકરીએ કરી જાહેરાત

- ગડકરીએ રવિવારે ગુડગાંવના એક કાર્યક્રમ દરમિયાન નેશનલ હાઈવે-8ના 3 મુખ્ય ક્રોસ રોડના સુધાર કાર્યની આધારશિલા રાખી હતી.
- આ પ્રોજેક્ટ પર 1005 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ કાર્ય 30ના બદલે 15 મહિનામાં પૂર્ણ થશે.
- એનએચ-8 પર ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા લોકોને પકડવા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.
- ગડકરીએ કહ્યું હતું કે, અમે એનએચ-8 પર ટ્રાફિક હળવો કરવા માગીએ છીએ. દ્વારકા એક્સપ્રેસ-વેનું કામ વહેલા પૂર્ણ કરવામાં આવશે. 4 અંડરપાસ અને ઘણા ફ્લાઈઓવર્સ પણ બનશે.
- તેમણે માનેસર-ગુડગાંવ બાયપાસ પર કામ વહેલા શરુ થવાનું આશ્વાસન આપ્યું હતું.
- ગડકરીએ ઘૌલા કુઆં અને માનેસર વચ્ચે મેટ્રિનો સર્વિસના પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેની પર વહેલી તકે કામ શરુ કરી દેવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો