નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાજધાની દિલ્હીમાં ડો.આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેઓએ બાબા સાહેબને યાદ કરી ભારતના નિર્માણ માટે તેમનો ફાળો ઘણો જ મહત્વનો હોવાનું જણાવ્યું. આ ઉપરાંત તેઓએ વિપક્ષ પર પણ પ્રહાર કરી આંબેડકર સાહેબના યોગદાનને ભૂલાવવાના પ્રયાસ થયા પરંતુ તેમાં સફળતા ન મળી હોવાનું જણાવ્યું હતું. મોદીએ કહ્યું કે, “આપણે બાબા સાહેબના સ્વપનોને પૂરાં નથી કરી શક્યા. આજની પેઢીમાં તે ક્ષમતા છે જે સામાજિક ખરાબીઓને પૂર્ણ કરી શકે છે. આ દેશ જાતિના નામ પર વ્હેંચાઈને તે રીતે આગળ નહીં વધી શકે જેવી રીતે તેને વધવું જોઈએ.” આ ઉપરાંત રાહુલ ગાંધીનું નામ લીધા વગર મોદીએ કહ્યું કે, “જે રાજકીય પક્ષ બાબા સાહેબનું નામ લઈને રાજકારણ કરે છે તેઓને બાબા સાહેબ નહીં, પણ બાબા ભોલે યાદ આવે છે.”
બાબા સાહેબના કાર્યોને ભૂલાવવાના પ્રયાસ થયા - પીએમ
- પીએમ મોદીએ ગુરૂવારે દિલ્હીમાં ડો.આંબેડકર આંતરરાષ્ટ્રીય સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું.
- આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે, “ભારતના નિર્માણ માટે બાબા સાહેબ આંબેડકરનું યોગદાન ઘણું જ મહકત્વનું હતું. તેમના અમૂલ્ય કાર્યોને કેટલાંક લોકોએ ભૂલાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તેઓ તેમાં સફળ થયા નથી.”
- મોદીએ વધુમાં કહ્યું કે, “બાબા સાહેબ આંબેડકરના યોગદાનને નાબૂદ કરવાના ઘણાં પ્રયાસો થયાં પરંતુ તેમાં સફળતા ન મળી. તેના બદલે તેઓનું યોગદાન લોકોના મગજમાં વધુને વધુ પ્રભાવક રીતે અસર કરી ગયાં. ત્યારે અમે પ્રયાસ કરીશું કે બાબા સાહેબના વિચારો વધુને વધુ લોકો સુધી પહોંચે ખાસ કરીને યુવાઓ સુધી.”
‘રાજકીય નહીં પણ સામાજિક લોકતંત્ર પણ બનવાનું છે’
- PMએ માહિતી આપી કે.સ “સરકાર બાબા સાહેબ આંબેડકરના જીવન સાથે જોડાયેલી જગ્યાને એક તીર્થસ્થળની જેમ ડેવલપ કરશે.”
- પીએમ મોદીએ કહ્યું કે, “આપણે રાજકીય લોકતંત્રને સામાજિક લોકતંત્ર પણ બનાવવાનું છે.”
સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.