તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેજરીવાલે પંજાબમાં જાહેર કર્યો મેનિફેસ્ટો, કાર્યકરોને મળતા સમયે દેખાયો સ્ટિંગનો ડર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોગા (પંજાબ): દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબ યાત્રા સમયે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. આ મેનિફેસ્ટોમાં ખેડૂતોને 12 કલાક વીજળી અને પાક નિષ્ફળ જવા પર એકર દીઠ 20 હજાર આપવાની વાતનો સમાવેશ થાય છે. કેજરીવાલ પોતાની પંજાબ યાત્રા દરમિયાન કાર્યકરોને મળ્યા હતા, જોકે આ સમયે કાર્યકરોના પર્સ-પાકિટ, પેન અને મોબાઈલ સહિતની વસ્તુઓ બહાર મુકાવીને કેજરીવાલ સાથે મુલાકાત કરવાનો મોકો મળ્યો હતો.
શું છે મેનિફેસ્ટોમાં

- 2018 સુધી તમામ ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવાનો વાયદો.
- આટા-દાલ સ્કિમ હેઠળ 10 લાખ પરિવારને લાભ આપવામાં આવશે.
- દૂધ-દવામાં ભેળસેળ કરનારને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવશે.
- રાજ્યમાં 25 હજાર ડેરી ફાર્મ ખોલવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે.
- કેજરીવાલે દિલ્હીની જેમ મોહલ્લા ક્લિનિક ખોલવા તથા લોકોની મફત સારવાર આપવાનો વાયદો કર્યો હતો.
કાર્યકરોને મળતા સમયે દેખાયો સ્ટિંગનો ડર, મોબાઈલ રખાવ્યા બહાર

- કેજરીવાલને મળવા માટે ફાર્મ હાઉસ પર પહોંચેલા કાર્યકર્તાઓને મોબાઈલ, પર્સ, ચશ્મા અને પેન સુધ્ધા બહાર રાખીને જ પ્રવેશ આપવામાં આવતો હતો.
- મહિલા કાર્યકરોને પણ તેમની બેગ બહાર રાખીને અંદર જવાનો વારો આવ્યો હતો.
- કેજરીવાલે કાર્યકરોને કહ્યું કે- અફવાઓ પર ધ્યાન આપવાને બદલે એક થઈને કામ કરો.
- આપના પૂર્વ કાર્યકર્તા પ્રો. ડીએસ ગ્રેવાલ સાથીઓ સાથે કેજરીવાલને 32માંથી 25 કરપ્ટ ઉમેદવારો અંગે ફરિયાદ કરવા મળવા પહોંચ્યા હતા. જોકે તેમને મળવા દેવામાં આવ્યા નહોતા.
- આમ આદમી પાર્ટીના વિવાદો વચ્ચે 100 જેટલા કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું.
સોમનાથ ભારતી વિરુદ્ધ નોંઘાઈ ફરિયાદ

- આપના ધારાસભ્ય સોમનાથ ભારતી ફરી વિવાદોમાં ઘેરાયા છે.
- સોમનાથ ભારતી અને તેમના સમર્થકો વિરુદ્ધ 9 સપ્ટેમ્બરના રોજ એમ્સના સુરક્ષા ગાર્ડ સાથે ખરાબ વ્યવહાર કરવા બદલ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
- આ મામલે સોમનાથ ભારતીએ આક્ષેપો ફગાવ્યા હતા અને એમ્સનાં અધિકારીઓ પર ખોટી ફરિયાદ કરવાનો આરોપ લગાવ્યો હતો.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ આપ કાર્યકર્તાઓની ચેકિંગની તસવીરો........)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો