તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ISI જે કામ 70 વર્ષમાં ન કરી શકી તે કામ BJPએ 3 વર્ષમાં કરી દેખાડ્યું: કેજરીવાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલભાજપની તુલના પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે કરી છે. કેજરીવાલે કહ્યું કે, “આજે સાંપ્રદાયિકતાની રાજનીતિથી દેશને હિંદુ-મુસ્લિમના નામે વ્હેંચવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનનું વર્ષોથી સપનું છે કે દેશના ભાગલા પડે અને તેઓ તેના પર કબજો કરી લે. આવું કરવાવાળા ISIના એજન્ટ જ છે. ISI જે કામ 70 વર્ષમાં નથી કરી શક્યું તે ભાજપ માત્ર 3 વર્ષમાં જ કરી નાંખ્યું છે.” કેજરીવાલે રવિવારે આમ આદમી પાર્ટીની પાંચમા ફાઉન્ડેશન ડે પર બોલ્યાં હતા. રામલીલા ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં 22 રાજ્યોના લગભગ 10 હજાર પાર્ટી વર્કર હાજર રહ્યાં હતા. લોકપાલ આંદોલન પછી એક જૂથ 2012માં પાર્ટી બનાવી હતી, જો કે અન્ના હજારેએ આ પાર્ટીથી પોતાને અલગ રાખ્યાં હતા.

 

‘BJPએ હિંદુ-મુસ્લિમોના ભાગલા પાડ્યા’

 

- આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે કહ્યું કે, “દેશને હિંદુ-મુસ્લિમના નામે ભાગલા પાડવાનું સપનું પાકિસ્તાન વર્ષોથી સેવી રહ્યું છે. આજે જેઓ સાંપ્રદાયિકતાનું રાજકારણ કરીને દેશને વ્હેંચવા માગે છે તેઓ ISIના એજન્ટ છે. રાષ્ટ્ર ભક્તિનો રંગે રંગાયેલાં લોકો હકિકતમાં દેશદ્રોહી છે. આ લોકો દેશને નબળો પાડવા માગે છે, કે જેથી પાકિસ્તાનનો હેતુ પુરો થઈ શકે. જે કામ ISI 70 વર્ષમાં ન કરી શક્યું તેને ભાજપે 3 વર્ષની અંદર જ પૂર્ણ કરી દીધું છે.”

- “કેન્દ્રની ભાજપ સરકાર ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અમારી લડાઈમાં અડચણ ઊભી કરે છે. તેઓએ દિલ્હીમાં એન્ટી કરપ્શન બ્યૂરોને અમારી પાસેથી છીનવી લીધું છે. લગભગ, દેશમાં આવું પ્રથમ વખત થયું હશે કે કોઈ સરકારી બિલ્ડિંગમાં દરોડા પાડવા માટે પેરામિલિટ્રી ફોર્સ મોકલવામાં આવી હોય.”

 

લોકપાલ માટે નેતાઓ સામે કરગર્યાં

 

- કેજરીવાલે આપના કાર્યકર્તાઓને જણાવ્યું કે, “2011માં લોકપાલ બિલ પાસ કરાવવા માટે દેશનો સામાન્ય માણસ કેન્દ્ર સરકારના નેતાઓ સામે ઘણું જ કરગર્યાં. અમે કહ્યું છે કે લોકપાલ લાવો, કરપ્શન પૂર્ણ કરો અને ભ્રષ્ટાચારીઓને સજા કરો. તેઓએ કહ્યું કે ચૂંટણી લડો. અમે કહ્યું કે અમારી પાસે તો પૈસા પણ નથી, ચૂંટણી લડવા માટે પૈસા કઈ રીતે બનાવીશું. પરંતુ તેઓએ એક પણ વાત ન માની. હારીને દેશનો આમ આદમી એકઠાં થઈ ગયા છે અને આમઆદમી પાર્ટી બનાવવામાં આવી. આ પાર્ટીએ દેશના અનેક નેતાઓને હરાવી દીધાં. પહેલી જ ચૂંટણીમાં અમારી સરકાર બની ગઈ.”

 

2013માં પ્રથમ ચૂંટણી લડી અને સરકાર બનાવી

 

- અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં આપ પાર્ટીએ પ્રથમ વખત 2013માં દિલ્હીની વિધાનસભા ચૂંટણી લડી. આપે કોંગ્રેસને હરાવીને સરકાર બનાવી.  જો કે પહેલી સરકાર માત્ર 49 દિવસ જ ચાલી હતી. જે બાદ 2015માં પાર્ટી પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હતી. 

અન્ય સમાચારો પણ છે...