પંજાબમાં BJP-અકાલીને 30% વોટ કેવી રીતે મળ્યાં? કેજરીવાલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી/લખનઉઃ પંજાબ અને ઉત્તર પ્રદેશની હાર હજુ પણ આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને પચી ન હોય તેમ લાગી રહ્યું છે. ચૂંટણી પરિણામો આવ્યા બાદ કેજરીવાલ અને માયાવતીએ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. આજે પણ બંનેએ અલગ-અલગ પત્રકાર પરિષદમાં ઈવીએમની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કર્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે, પંજાબમાં કોંગ્રેસની સરકાર બની હોવા છતાં બીજેપી-અકાલીને 30 ટકા વોટ કેવી રીતે મળ્યાં? માયાવતીએ ઈવીએમમાં ગોટાળા દ્વારા ભાજપને બહુમતી મળી હોવાનું કહ્યું હતું.
પંજાબમાં BJP-અકાલીને 30% વોટ કેવી રીતે મળ્યાં?  કેજરીવાલ
 
કેજરીવાલે ફરી એક વખત ઈવીએમનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, ભાજપ-અકાલીને 30 ટકા વોટ કેવી રીતે મળ્યા તે સમજાતું નથી.  બધા માની રહ્યા હતા કે આપ માલવામાં જીતશે પરંતુ ત્યાંની તમામ સીટ કોંગ્રેસને મળી તે સમજની બહાર છે. દરેક વિશેષજ્ઞોએ અમે જીતતા હોવાનું જણાવ્યું પરંતુ તેમ છતાં હાર કેમ થઈ? ઈવીએમ દ્વારા આપના વોટ અકાલી અને ભાજપને શિફ્ટ કરવામાં આવ્યા હોવાનો શક છે. જો ઈવીએમમાં ગડબડ થઈ શકતી હોય તો ચૂંટણીનો કોઈ મતલબ નથી.
 
જેટલી પર કર્યો પ્રહાર
 
કેજરીવાલે જેટલી પર પ્રહાર કરતાં કહ્યું કે, અરૂણ જેટલીએ કહ્યું હતું કે પંજાબમાં કોંગ્રેસ ભલે જીતી જાય પરંતુ આમ આદમી પાર્ટી ન આવવી જોઈએ. આ બાબત પણ ઈવીએમ સાથે ચેડાં થઈ શકતા હોવાનો નિર્દેશ કરે છે. BMCની ચૂંટણીણાં એક અપક્ષ ઉમેદવારને એક પણ વોટ ન મળ્યો તે કેવી રીતે બની શકે. અનેક દેશોએ ઈવીએમને બેન કર્યા છે.
 
મીડિયા મારી મજાક પણ ઉડાવી શકે છે
 
કેજરીવાલે કહ્યું કે મે ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા બાદ મીડિયા મારી મજાક પણ ઉડાવી શકે છે. પરંતુ આવી વાત સુપ્રીમ કોર્ટે પણ કહી છે.  બીજેપી સત્તામાં નહોતી ત્યારે ઈવીએમનો વિરોધ કર્યો અને હવે તેમના માટે બધું ઠીક થઈ ગયું. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને સુબ્રમણ્યમ સ્વામી પણ ઈવીએમ પર સવાલ ઉઠાવી ચૂક્યા છે.
 
ઘણા દેશોમાં EVM બેન, સવાલ ઊઠવા યોગ્ય છે

કેજરીવાલે કહ્યું કે યૂપી ચૂંટણીથી ઈવીએમ સામે સવાલ ઉઠી રહ્યા છે. કંઇ તો ગરબડસછે. ચૂંટણી પંચની શાખ સામે સવાલ છે. તેવામાં લોકશાહી ખતરામાં પડી જશે. લોકોનો ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ ડગી જાય તે ખતરનાક સાબિત થશે. ઇવીએમ અને તેનાથી નિકળતી સ્લિપ મેચ થવાથી લોકોનો વિશ્વાસ વધશે. મુખ્યમંત્રીએ કહ્યું  કે સુપ્રીમ કોર્ટે પણ આવી વાત કહી છે. દુનિયાના ઘણા વિકસિત દેશોમાં ઈવીએમ બેન કરાઇ રહ્યા છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, માયાવતીએ શું કહ્યું...
 
અન્ય સમાચારો પણ છે...