તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

TalkToAK આજેઃ લોકોનો કેજરીવાલને સવાલ- મૂર્ખ બનાવવાનું ક્યારે બંધ કરશો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે 'ટોક ટૂ એકે'માં લોકોનાં સવાલોનાં જવાબ આપ્યા હતા. લોકોએ ફોન, મેસેજ તથા સોશિયલ મીડિયા દ્વારા દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સવાલ પૂછ્યા હતા. સવાલોનાં જવાબ આપતા પહેલા તેઓએ લગભગ 35 મિનિટ દિલ્હી સરકારના કામ ગણાવ્યા હતા. આ દરમિયાન મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, દિલ્હી સાથે સરકાર ભારત-પાકિસ્તાન જેવા સંબંધો રાખે છે. જો મને કામ કરવા માટે આપ્યું તો 2 વર્ષમાં દિલ્હીને લંડન જેવું બનાવી દઈશ. તેમની સાથે મનિષ સિસોદિયા અને વિશાલ દદલાની હાજર રહ્યા હતા. ત્યારે બીજી તરફ બીજેપીએ આ પ્રોગ્રામને 'નવી બોટલમાં જૂનો દારૂ' ગણાવ્યો હતો.

ગુજરાત વિશે પૂછવામાં અાવેલા પ્રશ્નના જવાબમાં કેજરીવાલે જણાવ્યું છે કે ગુજરાતની જનતાની મરજી હશે તો ‘આપ’ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે. જનતા સાથે સંવાદના કાર્યક્રમ ‘ટૉક ટુ એકે’માં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, પક્ષ ચૂંટણી નથી લડતો, રાજ્યની જનતા લડે છે. દિલ્હીમાં પણ અમને સત્તા પર લાવવા જનતાએ જ રૂપિયા ખર્ચ્યા હતા. તે જ રીતે ગુજરાતની જનતાની ઇચ્છા હશે તો અમે ત્યાં પણ વિધાનસભાની ચૂંટણી લડીશું. ગુજરાતમાં ભાવિ પગલાં અંગે ‘આપ’ બે-ત્રણ મહિનામાં બેઠક યોજશે.
સવાલઃ જાહેરાતો પર આટલા પૈસા કેમ ખર્ચી રહ્યા છો તમે...

- બિંદરે પૂછ્યું કે, તમે જાહેરાતો પાછળ આટલા પૈસા કેમ ખર્ચ કરો છો.
- તેના જવાબમાં કેજરીવાલે કહ્યું કે, દિલ્હી સરકારે જે કંઈ પણ કામ કરી રહી છે. તે તેના દમ પર કરી રહી છે.
- તેઓએ કહ્યું કે, અમે જે કામ કર્યા છે લોકો તેને જઈને જોઈ શકે છે.
- અન્ય રાજ્યોમાં છપાતી દિલ્હીની જાહેરાતો પર કેજરીવાલે કહ્યું કે, સમગ્ર દેશ જાણવા માંગે છે કે દિલ્હીમાં શું થઈ રહ્યું છે.
- દિલ્હીમાં સારુ કામ થઈ રહ્યું છે, આ બધાને જણાવવું જરૂરી છે, જેનાથી દરેક જગ્યાએ ફેરફાર થાય.
વિશાલ દદલાનીની આ કાર્યક્રમમાં મોડરેટરની ભૂમિકા

- આપ સરકાર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં કેજરીવાલ સાથે ડેપ્યુટી મુખ્યમંત્રી મનિષ સિસોદિયા પણ હાજર હતા.
- ઉપરાંત બોલિવૂડના જાણિતા સિંગર વિશાલ દદલાનીએ પણ આ કાર્યક્રમમાં મોડરેટરની ભૂમિકા નિભાવી હતી.
- આ પ્રોગ્રામ દ્વારા કેજરીવાલે કેન્દ્ર સરકારને પણ ફરિયાદો અને અરજીઓ કરી છે.
કેવા સવાલો કરાયા હતા?

- 'ટોક ટૂ એકે'માં 15 હજારથી વધારે સવાલ પ્રોગ્રામ પહેલા આવી ગયા હતા. જેમાં બિંજર નામના એક શખ્સે પૂછ્યું છે કે, તમે જાહેરાતો પાછળ આટલા પૈસા કેમ ખર્ચી રહ્યા છો?
- જ્યારે મનરાજે પૂછ્યું કે, તમે લોકોને મૂર્ખ બનાવવાનું ક્યારે બંધ કરશો?
- વિકાસ ચંદ્રા નામના વ્યક્તિએ એક તસવીર શેર કરીને પૂછ્યું કે, તમારી ટોપી દરેક જગ્યાએ કેમ બદલાઈ જાય છે?
- ઘણા લોકોએ નવી ફિલ્મોમાં રિવ્યૂ પણ તેમની પાસે માંગ્યા છે. તો કેટલાક લોકોએ કેન્સરની સારવાર માટેના જવાબો પણ માંગ્યા છે.
- દિલ્હીના સંદીપ સહગલે પૂછ્યું કે, દિલ્હીના સરિતા વિહાર વિસ્તારમાં દિલ્હી જલ બોર્ડનું લીકેજ ક્યારે બંધ થશે?
- તો રૂપેશ નામદેવે પૂછ્યું છે કે, કટ્ટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?
બીજેપીએ આ પ્રોગ્રામને 'નવી બોટલમાં જૂનો દારૂ' ગણાવ્યો
- આ પ્રોગ્રામને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત' પ્રોગ્રામની કોપી માનવામાં આવે છે.
- દિલ્હી બીજેપી અધ્યક્ષ સતીશ ઉપાધ્યાયે અરવિંદ કેજરીવાલનાં આ પ્રોગ્રામને 'નવી બોટલમાં જૂનો દારૂ' ગણાવ્યો છે.
- આપ નેતાઓનું કહેવું છે કે, આ પ્રોગ્રામ પીએમ મોદીના પ્રોગ્રામની કોપી નથી, પરંતુ તેમના કરતા ઘણો સારો છે.
- આ પીએમના પ્રોગ્રામની જેમ એકતરફી નથી. તેમાં માત્ર ભાષણ નહીં હોય. પરંતુ જનતા મુખ્યમંત્રી સાથે સીધો સવાલ કરી શકશે.
આ માધ્યમથી જનતાએ પૂછ્યા હતા સવાલ

- પ્રોગ્રામ માટે ખાસ www.talktoak.com વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. તેના દ્વારા લોકો તેમના સવાલો સીએમને મોકલી શકે છે.
- સાથે જ લોકો માટે 01123392999 નંબર બહાર પાડ્યો છે જેના પર ફોન કરીને લોકો સીએમને સવાલ પૂછી શકે છે.
- +918130344141 પર એસએમએસ કરીને પણ મુખ્યમંત્રીને સવાલ પૂછી શકે છે.
ગુજરાતમાં દમનનો માહોલ

ગુજરાત અંગેના પ્લાન વિશે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારે વેપારીઅો સાથેની મારી મીટિંગ કેન્સલ કરાવી દીધી. લોકોએ બતાવ્યું કે પાટીદાર આંદોલનમાં પોલીસે ઘરમાં ઘૂસીને લોકોની ધોલાઇ કરી. 2000 લોકો સામે બનાવટી કેસ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં દમનનો માહોલ છે. એવું જ દિલ્હી વિરુદ્ધ પણ કરવામાં આવે છે. દરરોજ અમારા 1-2 ધારાસભ્યને જેલમાં નાખી દે છે.

આ કાર્યક્રમનો આઇડિયા ક્યાંથી આવ્યો

કેજરીવાલે જણાવ્યું કે હું ગોવા ગયો હતો, 1000 વિદ્યાર્થી 2 કલાક સુધી મને પ્રશ્નો પૂછતા રહ્યા. અહીંથી આઇડિયા આવ્યો કે જનતા સાથે વાત કરવા માટે કોઇ પ્લેટફોર્મ હોવું જોઇએ. વિથાઉટ એંગલ, સીધી વાત માટે અમે ‘ટોક ટુ એકે’ કાર્યક્રમ તૈયાર કર્યો.
દિલ્હીની જેમ ગુજરાતની પ્રજા પૈસા આપશે તો ચૂંટણી લડીશું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે ગુજરાતની જનતાની મરજી હશે તો ‘આપ’ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે. જનતા સાથે સંવાદના કાર્યક્રમ ‘ટૉક ટુ એકે’માં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, પક્ષ ચૂંટણી નથી લડતો, રાજ્યની જનતા લડે છે. દિલ્હીમાં પણ અમને સત્તા પર લાવવા જનતાએ જ રૂપિયા ખર્ચ્યા હતા. તે જ રીતે ગુજરાતની જનતાની ઇચ્છા હશે તો અમે ત્યાં પણ વિધાનસભાની ચૂંટણી લડીશું. ગુજરાતમાં ભાવિ પગલાં અંગે ‘આપ’ બે-ત્રણ મહિનામાં બેઠક યોજશે.
આગળની સ્લાઈડ્સમાં વેબસાઈટ અને અન્ય તસવીરો...


આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો