તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હી: રૂ. 25 લાખની લૂંટમાં આપ નેતાની ધરપકડ, પાર્ટીએ સંબંધ નકાર્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિલ્હી : એક વેપારી પાસેથી રૂ. 25 લાખ લૂંટવાના કેસમાં દિલ્હી પોલીસે છ શખ્સોની ધરપકડ કરી છે. જેમાં એક લૂંટારું કથિત રીતે આમ આદમી પાર્ટીની યુવા પાંખનો નેતા છે. જોકે પાર્ટી આરોપી નજીબ સાથે સંબંધ હોવાનું નકારે છે.
 
લૂંટ દરમિયાન આરોપીઓએ કર્યો હતો ગોળીબાર
 
- પોલીસના જણાવ્યા પ્રમાણે, તા. 12મી માર્ચે જાફરાબાદ વિસ્તારમાં બંદૂકની અણિએ રૂ. 25 લાખની લૂંટ થઈ હતી. 
- લૂંટારુઓએ રૂ. 25 લાખ ભરેલું બેગ, મોબાઈલ સહિત કેટલાક ડૉક્યુમેન્ટ્સ લૂંટ્યા હતા. આ દરમિયાન લૂંટારુઓએ ફાયરિંગ પણ કર્યું હતું. જેમાં એક શખ્સને ઈજા પહોંચી હતી. 
- લૂંટ બાદ નાસી રહેલા બદમાશોમાંથી એકને સ્થાનિકોએ ઝડપી લીધો હતો. 
- રવિવારે પોલીસે બાકીના આરોપીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી એક પિસ્તોલ, બાઈક તથા રૂ. 16 લાખ મળી આવ્યા હતા. 
- પૂછપરછ દરમિયાન આરોપીઓએ 20 જેટલા ગુનાઓમાં સંડોવણી સ્વીકારી હતી. 

આરોપી નજીબનો સંબંધ આપ સાથે 

- લૂંટારુઓમાં નજીબ નામના યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે. 
- નજીબ કથિત રીતે જાફરાબાદમાં આમ આદમી પાર્ટીની યુવા પાંખનો નેતા છે 
- જોકે આમ આદમી પાર્ટીની યુવા પાંખના ઈન્ચાર્જ વંદના સિંહના કહેવા પ્રમાણે, "આરોપી નજીબ અમારી પાર્ટીનો સભ્ય નથી. યુવા પાંખ સાથે તેનો કોઈ સંબંધ નથી. દિલ્હી પોલીસ દરેક જગ્યાએ 'આપ' સાથે તાર જોડવાના પ્રયાસમાં રહે છે. 
- બીજી બાજુ, દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ આરોપ મૂક્યો છે, "નજીબ તથા તેના સાગ્રીતોની ધરપકડથી સ્પષ્ટ થઈ ગયું છે કે, 'આપ' એ ગુનેગારોનું આશ્રયસ્થળ બની ગયું છે." 
- "કેજરીવાલે જણાવવું રહ્યું કે, આ પ્રકારના ગુનાઓમાં સામેલ નેતાઓ સામે કેવી કાર્યવાહી કરશે."

આપ નેતાઓ સાથે નજીબની તસવીરો વાયરલ. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો