તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હીઃ સ્કૂલની બહાર છોકરી સાથે ચેડા, વિરોધ કર્યો તો નરાધમોએ પીવડાવ્યું એસિડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ દિલ્હીના કાલકાજી વિસ્તારમાં સગીર છોકરીને જબરજસ્તીથી એસિડ પીવડાવવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે, સ્કૂલની આસપાસ કેટલાક છોકરાઓ છેલ્લા એક મહિનાથી આ છોકરીને હેરાન કરી રહ્યા હતા. બુધવારે સાંજે સ્કૂલ પૂર્ણ થયા બાદ નરાધમોએ તેને ઘેરી લીધી હતી અને છેડતી કરી હતી. છોકરીએ વિરોધ કર્યો તો આરોપીઓ તેને જબરજસ્તીથી એસિડ પીવડાવીને ફરાર થઈ ગયા હતા. હાલ છોકરીને સફદરગંજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે આ મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.
15 દિવસથી સ્કૂલે નહોતી જતી છોકરી

- મીડિયા અહેવાલો પ્રમાણે, પીડિતા અહીંની એક સ્કૂલમાં 10માં ધોરણમાં અભ્યાસ કરે છે. જ્યારે તેનો પરિવાર સંગમ વિહારમાં રહે છે.
- છોકરીના પિતાએ કહ્યું કે, 'કેટલાક છોકરાઓ ઘણા દિવસથી તેની પુત્રીનો પીછો કરી રહ્યા હતા. તેની ફરિયાદ સ્કૂલ મેનેજમેન્ટને પણ કરી હતી, પરંતુ તેઓએ આ મામલાને ગંભીરતાથી લીધો નહોતો.'
- 'સ્કૂલના રસ્તે છેડતીથી પુત્રી ઘણી ડરી ગઈ હતી. 15 દિવસથી તે સ્કૂલે નહોતી ગઈ તો આચાર્યએ ફોન કરીને નામ કમી કરવાની ચેતવણી આપી હતી. ત્યારબાદ અમે જેમતેમ કરીને તેને સ્કૂલે જવા માટે ખુશ કરી હતી.'
- 'ઘટના બાદ સ્કૂલ તરફથી ફોન આવ્યો કે તમારી પુત્રીને ચક્કર આવી ગયા છે. અમે ત્યાં પહોંચ્યા તો પુત્રી સ્કૂલની બહાર રોડ પર બેભાન હાલતમાં પડેલી હતી.'
- ત્યારબાદ છોકરીના પરિવારજનો તેને સફદરજંગ હોસ્પિટલમાં લઈ ગયા. તેની હાલત હાલ સ્થિર જણાવવામાં આવી છે.
- એસિડના કારણે છોકરીના મોઢામાં છાલા પડી ગયા છે. ગળા અને પેટના અંગોને પણ નુકશાન થયું છે. તે હાલ કંઈ બોલી શકતી નથી.
સીસીટીવીથી આરોપીઓની શોધખોળ

- પોલીસે ત્રણ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ છેડતી અને એસિડ એટેકની કલમો હેઠળ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.
- સ્કૂલની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે જેથી પોલીસ હુમલાખોરો સુધી પહોંચી શકે.
- ડોક્ટરોએ કહ્યું કે, 'છોકરીને જબરજસ્તીથી એસિડ પીવડાવવાનો પ્રયાસ થયો છે.'
આગળની સ્લાઈડ્સમાં જુઓ, હોસ્પિટલમાં દાખલ છોકરીની વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો