તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાઉદનો ડર પૂરો: તેનો માણસ જ 40 કરોડ લઈને થયો ફરાર, હવે શોધે છે 'ડી' કંપની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ: દાઉદનો ડર હવે પૂરો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. હા, અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે તેના જ માણસે દગાખોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ વાત માનવી થોડવી મુશ્કેલ છે પરંતુ તે સત્ય છે. દાઉદ ઈબ્રાહિમ સાથે તેના જ એક વિશ્વાસુ ગણાતા માણસે દગાખોરી કરી છે. દાઉદના આ ખાસ માણસનું નામ છે ખલીક અહેમદ. ખલીક અહેમદ દાઉદના રૂ. 40 કરોડ લઈને ફરાર થઈ ગયો છે. દાઉદ હવે આ ખલીકને શોધી રહ્યો છે.
ખલીક ભારતમાં સંભાળતો હતો દાઉદનો વેપાર

- ખલીક અહેમદ દાઉદ ઈબ્રાહિમનો બહુ વફાદાર માણસ માનવામાં આવતો હતો.
- ખલીક ભારતમાં દાઉદનો ગેરકાયદેસર વેપાર સંભાળતો હતો.
- પરંતુ હવે તેણે જ દાઉદ સાથે રૂ. 40 કરોડની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે.
ખલીકે ક્યાં કર્યો ગોટાળો

- ઈન્ટેલિજન્સ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે ગયા વર્ષે દિલ્હીના કોઈ વેપારી પાસેથી ખલીકે રૂ. 45 કરોડની વસુલાત કરી હતી.
- વસુલાતની રકમ તેણે દાઉદને મોકલવાની હતી.
- ખલીકે રૂ. 40 કરોડનો હવાલો આપીને તે દાઉદ પાસે મોકલવાનું નાટક કર્યું હતું.
- તે સાથે જ રૂ. 5 કરોડ ફી તરીકે પોતાની પાસે રાખ્યા હોવાનું નાટક પણ કર્યું હતું.
- પરંતુ થોડા સમય પછી ખલીક અને રૂ. 40 કરોડ બંને ગાયબ થઈ ગયા હતા.
- ભારતીય ખાનગી એજન્સીને આ વિશે ત્યારે માહિતી મળી જ્યારે તેણે ખલીક અને દાઉદના અન્ય માણસ જબીર મોટી સાથેની વાત-ચીત રેકોર્ડ કરી હતી.
- આ બંને જનરલી ભારત અને શારજહાં આવતા જતા રહેતા હોય છે.
- જબીર મોટી પણ દાઉદ માટે ગેરકાયદેસરની વસુલાતનું કામ કરે છે.
દાઉદનું નામ થયું ખરાબ

- બંનેની વાત-ચીતમાં ડૉન સાથેની દગાખોરીની વાત સામે આવી હતી.
- જબીરે ખલીકને કહ્યું હતું કે દાઉદને તેમના જ એક અન્ય વફાદાર માણસ રજ્જાકે આ હેરફેર વિશે જણાવ્યું છે.
- રજ્જાકના મત પ્રમાણે ખલીકની આ હરકતના કારણે અંડરવર્લ્ડની દુનિયામાં દાઉદનું નામ ખરાબ થયું છે.
- ઈન્ટેલિજન્સના મત પ્રમાણે ગયા વર્ષે નવેમ્બરમાં આ મામલે ડી-કંપનીએ કેનેડાથી તેમના બે માણસ દિલ્હી મોકલ્યા હતા.
આગળ વાંચોઃ ઝડપથી પૈસા પરત કરવા માટે કર્યો હતો વાયદો, મણિપુરમાં રહે છે ખલીક
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો