તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાતે પુત્રએ બુમ પાડી કહ્યું- માતા મરી ગઈ, તપાસમાં ખુલી આ પુત્રવધૂની પોલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગ્રાઃ અહીં એક પુત્રવધૂએ પતિ સાથે મળી પોતાના સાસુનું ગળુ દાબી હત્યા કરી હતી. પોલીસે મૃતકના પુત્ર અને પુત્રવધૂની ધરપકડ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
 
અડધી રાતે પુત્રએ બુમ પાડી કહ્યું- માતા મરી ગઈ
 
- આગ્રાના લોહામંડીમાં વૃદ્ધ રામવતી પુત્ર દિનેશ અને પુત્રવધૂ બબીતા સાથે રહેતી હતી. સાસુ અને પુત્રવધૂ વચ્ચે રોજ ઝઘડો થતો જેમાં પુત્ર પત્નીનો જ સાથ આપતો હતો.
- બબીતા ઘણા સમયથી સાસુ પાસેથી પ્રોપર્ટી અને પૈસા મેળવવાના પ્રયાસો કરી રહી હતી. રામવતીના જમાઈનું મોત થવા પર તે તેને મળવા જઈ રહી હતી, આ બાબતે રામવતી અને બબીતા વચ્ચે ઝઘડો થયો. જે પછી રામવતી ઘરની બહાર ન જઈ શકી.
- મોડી રાતે બબીતાએ પતિ સાથે મળી સાસુ રામવતીનું ગળુ દબાવી હત્યા કરી હતી. જે પછી આરોપી પુત્ર બુમો પાડી રડવા લાગ્યો કહેતો રહ્યો- માતા મરી ગઈ.
- સૂચના મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો.
- મૃતક રામવતીના જમાઈએ કહ્યું કે- દિનેશ અને રામવતી આવું કરશે તેવું ક્યારેય નહોતું વિચાર્યું. અમને સંપત્તિની કોઈ લાલચ નથી.
- રામવતીના ચેહરા પર નખના નિશાન જોતા જ પોલીસને શંકા થઈ હતી, જે પછી પુત્ર અને પુત્રવધૂની ધરપકડ કરવામાં આવી હતી. 
- પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા બંનેએ પોતાનો ગુનો કબુલી લીધો હતો. જોકે બંનેને પછતાવો છે કે સંપત્તિની લાલચમાં તેમણે આ શું કરી નાંખ્યું.
- પુત્રએ જણાવ્યું કે, રોજ-રોજ થતા ઝઘડાથી તે કંટાળી ગયો હતો અને આ જ કારણે ગુસ્સામાં તેમણે હત્યા કરી નાખી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.........................................)
અન્ય સમાચારો પણ છે...