તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાન GOV.ના CS પર દીકરીએ લગાવ્યો જાતીય સતામણીનો આરોપ, માતાએ આપ્યો સાથ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જયપુર: રાજસ્થાન સરકારના ચીફ સેક્રેટરી ઓપી મીણા પર તેમની સગી દીકરી દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે, હજુ તેઓ આ વિવાદને પારિવારિક ગણાવીને કંઈ પણ માહિતી આપી નથી રહ્યા. આ દરમિયાન રાજ્ય મહિલા આયોગે જણાવ્યું છે કે, જો આ આરોપ સાચા હશે તો તેઓ જાતે આ કેસની તપાસ કરશે અને મીણાને નોટીસ આપશે.
શનિવારે પત્નીએ પ્રેસ કોન્ફરન્સ કરીને લગાવ્યા હતા આરોપ
- આરોપી મીણાની આરએએસ પત્ની ગીતા સિંહ દેવએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને 29 વર્ષની દીકરી દ્વારા કોર્ટમાં મોકલવામાં આવેલા ઈ-મેલને જાહેર કર્યો હતો. તેમાં દીકરીએ પિતા પર બે વર્ષથી જાતીય સતામણીનો કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.
- આ દરમિયાન દીકરીએ કોર્ટમાં એવી પણ ફરિયાદ કરી છે કે, તે પોતાનું નિવેદન લેખિતમાં આપતી હોવા છતા પોલીસ યોગ્ય રીતે કેસની તપાસ નથી કરી રહી.
- ગીતા સિંહ દેવએ એવુ પણ કહ્યું છે કે, જ્યારે તેમના પતિ મીણાને ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા ત્યારે પણ તેમણે પીએમને પત્ર લખીને અરજી કરી હતી કે મીણાને આ પદ ન આપવુ જોઈએ.
- બીજી બાજુ ગીતા સિંહ દેવના નિવેદન પછી ઓપી મીણાએ મા-દીકરીને જુઠ્ઠા કહ્યા છે.
ચીફ સેક્રેટરીની પત્ની ગીતા સાથે ભાસ્કરે કરી વાત
Q: ઓપી મીણાના સીએ બન્યાના 17 વર્ષ પછી કેમ આવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે ?
A: મને ડર હતો કે આવા આરોપ લગાવવાથી મારી દીકરીના લગ્નમાં કોઈ પ્રોબ્લેમ આવશે. હવે મારી દીકરી લગ્ન કરવાની જ ના પાડી છે. તેણે જ તેના પિતા પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો તેથી હવે હું પણ મીડિયા સામે આવી.
Q: તમે આરએએસ છો, ત્યારે ફરિયાદ નોંધાવતા ?
A: મારી દીકરીએ જ્યારે મને વાત કરી ત્યારે મે મીણાને ચેતવણી આપી હતી કે આ બધુ બંધ કરો નહીં તો હું પોલીસ પાસે જઈશ. ત્યારે આ વાતનો ઉલ્લેખ મીડિયા સામે કર્યો હોત તો મારુ ઘર વીખેરાઈ જાત, જે કોઈ પણ ભારતીય મહિલા ન ઈચ્છે.
Q: તમારે તમારા પતિ સાથે ક્યારથી વિવાદ ચાલી રહ્યો છે ?
A: જ્યારથી મારી દીકરીનો જન્મ થયો ત્યારથી વિવાદ ચાલુ છે. તેમને દીકરો જોઈતો હતો. એવુ ન થયુ હોવાથી તેઓ મારી સાથે હિંસક વર્તન કરતા. પહેલાં મારા ઘરના લોકોએ પણ તેમને સમજાવાવનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ ન માન્યા અને મારી સાથે સતત માર-પીટ કરતા હતા. એક વાર તો મારી આંખના કોર્નિયા ઉપર પણ ઈજા થતા રહી ગઈ હતી. વાંરવાર કહેતા કે બંને ઘર છોડીને જતા રહો, હું બીજા લગ્ન કરી લઈશ. હું ઘર છોડીને ન ગઈ તો તેઓ ઘર છોડીને જતા રહ્યા.
Q: આરોપ છે કે તમે મીણાને બદનામ કરવા માટે આવુ કરો છો ?
A: એવુ નથી કે તેઓ સીએ બન્યા ત્યારથી ગુનો કરતા આવ્યા છે. કોર્ટથી લઈને પોલીસ અને પ્રશાસનમાં ક્યાંય પણ મારી વાત સામે નથી આવવા દેતા. હંમેશા તેમના સીએસના પદનો દુરઉપયોગ કરે છે. સાક્ષીઓના નિવેદન પણ ફેરવી દેવામાં આવે છે. તેના કારણે મારે અને મારી દીકરીને ઘણું સહન કરવું પડે છે.
Q: સરકારમાં ઉચ્ચ સ્તર ઉપર કોઈ પણ ફરિયાદ નહોતી કરી ?
A: મે મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન અને રાષ્ટ્રીય મહિલા આયોગ સુધી ફરિયાદ કરી છે. વડાપ્રધાનને મળવા માટે સમય પણ માગ્યો હતો. દરેકને પત્ર લખ્યા છે અને કહ્યું છે કે, ગંભીર ગુનો કરનાર વ્યક્તિને સીએની પદવી ન આપવી જોઈએ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો