તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સપનાનો આ વીડિયો થયો Viral, નોટોનો એટલો થયો વરસાદ કે ડાન્સરે જોડ્યા હાથ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોહતક: આત્મહત્યાનો પ્રયત્ન કરીને ચર્ચામાં આવેલી હરિયાણી ડાન્સર અને સિંગર સપના ચૌધરીના ડાન્સ પર ઘણી વાર લોકોએ હદ પાર કરી હતી. લોકોએ તેના ડાન્સથી ખુશ થઈને નોટોનો વરસાદ કરી દેતા હતા. તાજેતરમાં જ એક આવા કાર્યક્રમનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં લોકોએ સપના પર એટલા પૈસા વરસાવ્યા કે અંતે તેણે હાથ જોડીને લોકોને વધારે પૈસા ન વરસાવવાની અપીલ કરી હતી.
બીજુ શું છે વીડિયોમાં...

- વીડિયોમાં સપના એક કાર્યક્રમ દરમિયાન 'ખરબૂજા સી તેરી જવાની' ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. આ કાર્યક્રમ હરિયાણાના ઝજ્જરનો માનવામાં આવે છે.
- વાયરલ થયેલા આ વીડિયોમાં કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિ સ્ટેજ પર ચડે છે અને પછી સપના પર નોટોનો વરસાદ કરવાની શરૂઆત કરે છે. થોડા સમય પછી અન્ય લોકો પણ આ જ રીતે સપના પર નોટોનો વરસાદ કરવાનું શરૂ કરે છે.
- આ જોઈને પહેલાં સ્ટેજ પર આવેલો વ્યક્તિ ફરી સ્ટેજ પર આવે છે અને સપનાના ડાન્સ મુવ્સ પર એટલી નોટો વરસાવે કે પછી સપનાએ તેમની સામે હાથ જોડવા પડે છે.
- નોંધનીય છે કે હરિયાણામાં સપનાની ઈમેજ એક સેલિબ્રિટી કરતા ઓછી નથી. તેના કાર્યક્રમમાં ખૂબ જ ભીડ ભેગી થતી હોય છે.
- યુ-ટ્યુબ પર આવેલા ઘણાં વીડિયોમાં આ વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. લોકો સપનાનાનો કાર્યક્રમ જોઈને બે કાબુ થઈ જાય છે.
- ઘણી વાર ભીડને કંટ્રોલમાં લેવા માટે પોલીસે લાઠી ચાર્જ પણ કરવો પડે છે.
સપના 9 વર્ષની ઉંમરથી કરી રહી છે ડાન્સ

- સપના ચૌધરી હરિયાણાની પ્રખ્યાત ડાન્સર અને રાગિણી શૈલીની સિંગર છે.
- 9 વર્ષની ઉંમરથી જ તેણે ડાન્સિંગ અને સિંગિંગમાં તેની કેરિયર બનાવી લીધી છે. તે મૂળ રોહતકની છે.
- તેના બધા જ વીડિયો યુ-ટ્યુબ પર ખૂબ જોવામાં આવે છે. તેનું ગાયેલુ એક ગીત 'હૈ સોલિડ બોડિ' લોકોની વચ્ચે ખૂબ પ્રખ્યાત છે.
આગળની સ્લાઈડમાં જુઓ લોકો સપના પર કેવી રીતે નોટોનો કરે છે વરસાદ
અન્ય સમાચારો પણ છે...