મુંબઈમાં દિલ્હી ગર્લ્સનો ડાન્સ વીડિયો વાયરલ, લોકોએ કહ્યું- Energetic

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 3 યુવતીઓનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો જુહૂ (મુંબઈ) ના બીચ પર શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં યુવતીઓ ‘શીયા’ના ફેમસ ‘ચિપ થ્રિલ્સ’ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.
Related Placeholder
વાયરલ થયો વીડિયો....

- કોરિયોગ્રાફર તાન્યા ચમોલીએ 21મેનાં રોજ આ વીડિયોને યૂટ્યુબ પર રિલીઝ કર્યો હતો.
- રિલીઝ થયા બાદ આ વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોને યૂટ્યુબ પર 8.25 લાખથી પણ વધુ વખત જોવામાં આવ્યો છે.
- આ ઉપરાંત તેને ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા સાઈટ પર પણ શેર કરવામાં આવી રહ્યો છે.
- ઘણા લોકોએ વીડિયો પર કોમેન્ટ કરી વીડિયોને એનર્જેટિક કહ્યો હતો.
શું છે વીડિયોમાં ?

- દિલ્હી યુનિ.ના 3 ગ્રેજ્યુએટ્સ દ્વારા ગીતની ધૂન પર કરવામાં આવેલા હિપ-હોપ અને અન્ય ક્રેઝી મૂવ જોવા લાયક છે.
- ડાન્સને દિલ્હીની તાનિયાએ કોરિયોગ્રાફ કર્યો છે. તે એક ડાન્સર અને કોરિયોગ્રાફર છે.
- દિલ્હી યુનિ.થી અંગ્રેજીમાં ગ્રેજ્યુએશન કરી ચુકેલી તાન્યા હાલ મુંબઈમાં રહે છે.
- વીડિયોમાં તાન્યા સાથે હર્ષિતા અને મોક્ષદા નામની યુવતીઓ છે. આમનો ટ્રિયો ડાન્સ જોવાલાયક છે.
શું છે શીયાનું ચિપ થ્રિલ ?

- ચિપ થ્રિલ એક ફેમસ પોપ સોંગ છે. જેને ઓસ્ટ્રેલિયાની ફેમસ સિંગર શીયા ફ્યુરલરે ગાયું છે.
- શીયાનું 7મું આલ્બમ ‘ધિસ ઈઝ એક્ટિંગ’ 2016માં રિલીઝ થયું હતું અને આ ગીત તે આલ્બમનો એક ભાગ છે. આ ગીતને શીયા અને ગ્રેગ કર્સ્ટિને લખ્યું છે.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.......)
અન્ય સમાચારો પણ છે...