તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્યારે મુલાયમની વહુએ કર્યો પદ્માવતીના સોન્ગ પર ઘુમ્મર, જુઓ વીડિયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આખા દેશમાં જ્યાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ને લઇને વિવાદ વધી રહ્યો છે, ત્યાં આ ફિલ્મના ચાહકો પણ ઘણાબધા છે. સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવની નાની વહુ અપર્ણા બિષ્ટ યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં અપર્ણા યાદવ ફિલ્મ ‘પદ્માવતી’ના ગીત ઘૂમર પર ડાન્સ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે, આ વીડિયો અપર્ણાના ભાઈ અમન બિષ્ટના લગ્નનો છે. આ વીડિયોમાં અપર્ણા ફિલ્મમાં દર્શાવવામાં આવેલી રાણી પદ્માવતીના લુકમાં સ્ટેજ પર ડાન્સ કરતી દેખાઇ રહી છે.ઉલ્લેખનીય છે કે અપર્ણા બિષ્ટ પણ તે જ રાજપૂત સમાજ સાથે સંબંધ ધરાવે છે જે ફિલ્મ ‘પદ્માવતી’ને લઇને સડક પર ઉતરી આવ્યો છે. લગ્ન પહેલા અપર્ણા પોતાનું નામ અપર્ણા બિષ્ટ લખતી હતી. મુલાયમસિંહના નાના પુત્ર પ્રતીક સાથે લગ્ન કર્યા બાદ તેઓ પોતાનું નામ અપર્ણા યાદવ બિષ્ટ લખે છે.

 

અન્ય સમાચારો પણ છે...