છત્તીસગઢઃ સુકમામાં નકસલી હુમલામાં 9 CRPF જવાન શહીદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાયપુર. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે જાહેરાત કરી છે કે, સુકમામાં નક્સલવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની સ્મૃતિમાં હોળીની ઉજવણી નહીં કરે. શનિવારે પાંચ રાજ્યોના વિધાનસભાના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે તે દરમિયાન છત્તીસગઢના સુકમામાં સીઆરપીએફ પર માઓવાદીઓ દ્વાર હુમલો કરવામાં આવ્યો. જેમાં 12 જવાનો શહીદ થયા. ત્યારે શહીદ જવાનો પ્રત્યે સંવેદના પ્રગટ કરવા રાજનાથે આ નિર્ણય લીધો છે.  
રાજનાથ સમર્થકોમાં હતો ભારે ઉત્સાહ 
સોમવારે હોળી છે. શનિવારે ઉત્તર પ્રદેશ ચૂંટણીના પરિણામો આવ્યા. જેમાં ભાજપનો અભૂતપૂર્વ વિજય થયો છે. ગૃહપ્રધાનના પુત્ર પંકજે ગાઝિયાબાદની બેઠક પરથી વિજય મેળવીને યુપી વિધાનસભામાં પ્રવેશ કર્યો છે. રાજનાથસિંહને યુપીમાં મુખ્યપ્રધાનપદના ઉમેદવાર માનવામાં આવે છે. એટલે રાજનાથ સમર્થકોમાં વિશેષ ઉત્સાહ હતો. તેમણે હોળીની વિશેષ તૈયારીઓ કરી હતી. 
 
શનિવારે 12 જવાન થયા'તા શહીદ 
 
- રાજ્યના નકલસ અભિયાનના વિશેષ પોલીસ મહાનિર્દેશક ડી.એમ અવસ્થીએ જણાવ્યું કે, સીઆરપીએપ 219 બટાલિયનના 110 જવાન રોડ પર સુકમા જિલ્લાના ઈંઝરમ અને ભેજ્જી વચ્ચે ડ્યુટી પર હતા.
- આ દરમિયાન નકસલીઓએ આઈઆઈડી વિસ્ફોટ કરી દીધો અને ગોળીબાર શરૂ કરી દીધો. અડધી કલાક ચાલેલા હુમલામાં 12 જવાન શહીદ થયા છે.
- હુમલામાં ઘાયલ થયેલા 3 જવાનોને હેલિકોપ્ટરમાં રાયપુર લઈ જવામાં આવ્યા છે.
- નક્સલીઓ માર્યા ગયેલા જવાનો પાસેથી 10 જેટલા હથિયારો, રેડિયો સેટ પણ લૂંટીને તેમની સાથે લેતા ગયા છે.
- શહીદ જવાનોના પાર્થિવ દેહોને વિશેષ વિમાનો દ્વારા તેમના વતન રવાના કરવામાં આવ્યા છે. 
- CRPFના ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે, નક્સલવાદી હુમલાઓ છતાંય જિલ્લામાં માર્ગ નિર્માણનું કામ ચાલુ રહેશે અને CRPF તેની સુરક્ષા કરશે. 
 
ચૂંટણી પરિણામો વચ્ચે મોદી સક્રિય બન્યા 
 
વડાપ્રધાન મોદીએ સુકમામાં શું સ્થિતિ છે તે જાણવા ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે વાત કરી. મોદી આગામી બે - ત્રણ દિવસમાં સુકમાની મુલાકાત લઈ શકે છે. તેમણે નક્સલી હુમલામાં માર્યા ગયેલા સીઆરપીએફ જવાનોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. રાજધાની રાયપુરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ તથા છત્તીસગઢના મુખ્યપ્રધાન ડૉ. રમણસિંહે વીરગતિને વરેલા જવાનોને અંજલિ અર્પિત કરી હતી.
 
રાજનાથસિંહના કહેવા પ્રમાણે, શહીદોના પરિવારજનોને કમ સે કમ રૂ. એક કરોડનું વળતર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે દેશવાસીઓને ખાતરી આપી હતી કે જવાનોની શહીદી વ્યર્થ નહીં જાય. રવિવારે દેશના ઈન્ટરનલ સિક્યુરિટી એડવાઈઝર વિજય કુમારે બાઈક પર બેસીને અથડામણ સ્થળની મુલાકાત લીધી હતી. રવિવારે જ છત્તિસગઢમાં સુરક્ષા માટે તહેનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ બે કિલો તથા પાંચ કિલોના કુલ બે બોમ્બ શોધી તેને ડિફ્યુઝ કર્યા હતા. 
અન્ય સમાચારો પણ છે...