• Gujarati News
  • CRPF To Plan Recruit More 3000 Female Commandos In Coming 5 Years To Fight Against Naxalites

નક્સલવાદીઓ સામે ટક્કર લેવા પહેલીવાર જંગલોમાં ઉતારવામાં આવી મહિલા કમાન્ડો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ કમાન્ડોની તાલીમ લેતી મહિલા સિપાહી)
નવી દિલ્હી. હવે નક્સલીઓનો મુકાબલો કરવા માટે મહિલા કમાન્ડો જંગલોમાં ઉતરી છે. દેશના ઈતિહાસમાં પહેલી વાર. કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ની મહિલા કમાન્ડોની એક ટુકડી છત્તીસગઢના બસ્તર અને બીજી ટુકડી ઝારખંડમાં તૈનાત કરવામાં આવી છે. એક ટુકડી (પ્લાટૂન)માં લગભગ ૩૫ મહિલા કમાન્ડો છે.

હાલની નીતિ મુજબ, સેના કે અર્ધસૈનિક દળોમાં મહિલા અધિકારીઓ કે સૈનિકોએ એવા વિસ્તારોમાં નથી મોકલવામાં આવતા જ્યાં દુશ્મનનો સીધો સામનો થતો હોય. પરંતુ પહેલીવાર આ નીતિમાં ઢીલ મૂકવામાં આવી છે. મહિલા કમાન્ડોને આવા વિસ્તારોમાં મોકલવામાં આવી છે જ્યાં નક્સલીઓ સાથે વારંવાર મુકાબલો થાય છે.
ફાયદોઃ ખાનગી માહિતીઓ નીકાળવામાં મદદ મળશે
મહિલાઓ કમાન્ડોની તૈનાતીના કારણે ખાનગી જાણકારીઓ નીકાળવામાં મદદ મળશે. સુરક્ષા દળ ગ્રામિણોની નજીક જઈ શકશે. અધિકારીઓનું કહેવું છે કે મહિલા સુરક્ષાકર્મી સ્થાનિક લોકો અને આદિવાસી મહિલાઓમાં સારા મિત્રો બનાવી શકે છે. આ ઉપરાંત સુરક્ષા દળો દ્વારા માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓ પણ રોકાવાની આશા કરવામાં આવી રહી છે.
સીઆરપીએફ સાથે પાંચ વર્ષમાં બે હજાર મહિલાઓ જોડાશે
તમામ પોલીસ અને અર્ધસૈનિક દળોમાં સીઆરપીએફની પાસે હાલના સમયે સૌથી વધુ મહિલા જવાનો છે. સીઆરપીએફ આવતા પાંચ વર્ષમાં ૨૦૦૦ વધુ મહિલા સિપાહીઓની ભરતી કરવાની યોજના બનાવી રહી છે. આ ભરતી દ્વારા તેઓની હાલની ત્રણ હજારની ક્ષમતા વધીને પાંચ હજાર થઈ જશે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ તસવીરો, મહિલા કમાન્ડો કેવી રીતે લઈ રહી છે ટ્રેનીંગ...