તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપરાધ વધી રહ્યા છે, સહન કરી રહી છે મહિ‌લાઓ : સુપ્રીમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મહિ‌લાઓ સામે વધી રહેલા અપરાધ અંગે સુપ્રીમે ચિંતા વ્યક્ત કરી,
- દેશના પાટનગરમાં આ વર્ષે દુષ્કર્મના ૧૩૩૦ કેસ નોંધાયાસુપ્રીમર્કોટે જણાવ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં મહિ‌લાઓ સામેના અપરાધ વધી ગયા છે. મહિ‌લાઓ ચૂપચાપ બધું સહન કરતી હતી. તેઓ અત્યારે પણ સહન કરી રહી છે. બસોમાં પ્રવાસ કરનારી મહિ‌લાઓ દરરોજ છેડતીનો ભોગ બની રહી છે. આંકડાઓ મુજબ ચાલુ વર્ષે દેશના પાટનગર દિલ્હીમાં ૧પમી ઓક્ટોબર સુધી દુષ્કર્મના ૧૩૩૦ કેસ નોંધાયા છે.

ન્યાયમૂર્તિ‌ જી.એસ. સિંઘવીની અધ્યક્ષતાવાળી બેન્ચે આ ટિપ્પણી કરી છે. બેન્ચ આમ આદમી પાર્ટી (આપ)ની મહિ‌લા કાર્યકરો સાથે થયેલી મારપીટના કેસમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિ‌તની અરજી અંગે સુનાવણી કરી રહી હતી. બેન્ચે જણાવ્યું કે 'લોકોનો (સરકાર પરથી) ભરોસો કેમ ઊઠી રહ્યો છે? એવું ૧૦ વર્ષ પહેલાં થતું ન હતું. અમુક જ મામલામાં વિરોધ દેખાવો થાય છે અને ઘટના વિશે જાણવા મળે છે.’
બેન્ચે જણાવ્યું કે ૧૬મી ડિસેમ્બરે થયેલા નર્ભિયા સાથેના દુષ્કર્મ જેવા મામલા અગાઉ પણ થતા રહ્યા છે.

મહિ‌લાઓ સામેના અપરાધ ૭૩ ટકા વધી ગયા
સુપ્રીમર્કોટના નિર્દેશ પર દિલ્હી સરકારે મહિ‌લાઓ સામે અપરાધના આંકડા પણ આપ્યા છે. વર્ષ ૨૦૧૨ની સરખામણીએ મહિ‌લાઓ સામેના અપરાધના કેસોમાં ૭૩ ટકાનો વધારો થયો છે. દુષ્કર્મ, છેડતી, દહેજ,હત્યા વગેરે મામલાઓની કુલ સંખ્યા ગયા વર્ષે ૬,૦૬૪ હતી. ચાલુ વર્ષે આવા ૧૦ હજારથી વધુ કેસ નોંધાયા છે.