ગૌરક્ષાના નામે 3 વર્ષમાં દેશમાં કેટલી વધી હિંસા કે મોદીને આપવું પડ્યું નિવેદન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી. 2010થી અત્યાર સુધી 7 વર્ષોમાં ગાયને લઈને થયેલી હિંસામાં 51% મામલાઓમાં એક ખાસ સમુદાયને નિશાન બનાવવામાં આવી. ગાયને લઈને 97% હિંસાની ઘટનાઓ 2014માં મોદીના સત્તામાં આવ્યા બાદ થઈ. હુમલાની 63 ઘટનાઓમાં માર્યા ગયેલા લોકો પણ એક ખાસ સમુદાયના હતા. એક નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન ઈન્ડિયા સ્પેન્ડના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમદાવાદમાં કહ્યું કે ગાયના નામે કાયદો કોઈને પણ હાથમાં લેવાનો હક નથી. શું આપણે ગાયના નામે કોઈ માણસને મારવાનો હક મળી જાય છે? શું આ ગૌ-ભક્તિ છે? શું આ ગૌરક્ષા છે? આ ગાંધીજી-વિનોબાજીનો માર્ગ ન હોઈ શકે.  
 
મોટાભાગની ઘટનાઓ બીજેપી શાસિત રાજ્યોમાં
 
- નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન ઈન્ડિયા સ્પેન્ડના રિપોર્ટ મુજબ, છેલ્લા 7 વર્ષમાં ગાય સાથે જોડાયેલી હિંસાના 63 મામલા સામે આવ્યા. જેમાંથી 32 કેસ બીજેપી શાસિત રાજ્યોમાં થયા. 8 મામલા કોંગ્રેસ અને બાકી અન્ય (સપા, આપ અને પીડીપી) સરકારોના શાસનવાળા રાજ્યોમાં થયા. રિપોર્ટમાં 2014થી 25 જૂન, 2017 સુધીના કેસોને સામેલ કરવામાં આવ્યા છે.
- છેલ્લા 7 વર્ષોમાં ગાય સાથે જોડાયેલી હિંસામાં 28 લોકોના મોતા થયા જેમાંથી 24નો સંબંધ એક ખાસ સમુદાય સાથે હતો. જેમાં 124 લોકો ઘાયલ થયા.
- એનાલિસિસ મુજબ, હમુલાની 52% ઘટનાઓનું કારણ માત્ર અફવા હતી.
 
સૌથી વધુ ઘટનાઓ 2017માં નોંધાઈ
 
- રિપોર્ટ મુજબ, 2017ના પહેલા 6 મહિનામાં ગાય સાથે સંકળાયેલી હિંસાની 20 ઘટનાઓ થઈ. તે 2016માં થયેલી ઘટનાઓથી 75% વધુ છે. ગાયને લઈને થયેલી હિંસાના મામલા 2010 બાદ સૌથી ખરાબ સાબિત થઈ.
- આ હુમલાઓમાં ભીડને મારઝૂડ કરીને મોતને ઘાટ ઉતારવું, કોઈ જૂથ દ્વારા અટેક, હત્યા અને હત્યાનો પ્રયાસ, હેરેસમેન્ટ, નુકસાન પહોંચાડવું અને ગેંગરેપને સામેલ કરવામાં આવ્યા છે.
- હુમલાના 2 મામલાઓમાં પીડિતનો બાંધવામાં આવ્યા, તેમના કપડા ઉતારીને મારવામાં આવ્યા. જ્યારે બે મામલાઓમાં પીડિતોને લટકાવી દેવાયા.
 
5% મામલાઓમાં હુમલો કરનાર સામે કોઈ રિપોર્ટ ન નોંધવામાં આવી
 
- રિપોર્ટ મુજબ, સોશિયલ મીડિયા પર આ હુમલાઓને ગૌ-આતંકવાદનું નામ આપવામાં આવ્યું.
- દક્ષિણી કે પૂર્વી રાજ્યો (બંગાળ અને ઓડિશા)માંથી માત્ર 21% (63માંથી 13) હિંસાની ઘટનાઓ સામે આવી. બીજી તરફ, કર્ણાટકમાં 13માંથી 6 મામલા નોંધવામાં આવ્યા. 30 એપ્રિલ 2017ના રોજ આસામમાં માત્ર એક મામલો સામે આવ્યો, જેમાં બે લોકોની હત્યા કરી દેવામાં આવી.
- હુમલાના 5% મામલાઓમાં હુમલાખોર પર કોઈ રિપોર્ટ નોંધવામાં નથી આવી. 21% (13) મામલાઓમાં તો પોલીસે પીડિતની વિરુદ્ધ જ કેસ નોંધ્યો છે.
 
મોદીએ આપ્યા ત્રણ ઉદાહરણ
 
1. હોસ્પિટલોને આગ લગાડી દે છે
- મોદીએ ગુરુવારે અમદાવાદમાં કહ્યું- દેશવાસીઓને મનની એક વાત કહેવા માંગું છું. હું દેશની હાલની સ્થિતિ તરફ મારી પીડા અને નારાજગી વ્યક્ત કરું છું. આ દેશ એવો છે જ્યાં આપણે મહોલ્લામાં કૂતરાઓને પણ રોટલી નાખીએ છીએ અને સવારે નદી-તળાવ કિનારે માછલીઓને દાણા નાખવાની પરંપરા પાળીએ છીએ.
- આપણે હોસ્પિટલમાં કોઈ પેશન્ટ બચાવી ન શકીએ, નિષ્ફળ થઈ જઈએ, દવા કારગર ન મળે અને દર્દીનું મોત થઈ જાય તો શું અચાનક પરિવારે હોસ્પિટલોને આગ લગાવી દઈશું અને ડોક્ટર્સ સાથે મારઝૂડ કરીશું. આપણે શું કરી રહ્યા છીએ? આ બધી વસ્તુઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. હાલની સ્થિતિ પર પીડા થાય છે.
 
2. એકસ્માત થતા ગાડીઓ બાળી નાખીએ છીએ
- ક્યાંક બે વાહન ટકરાઈ ગયા. એકનું મોત થઈ જાય તો આપણે સામ-સામે આવી જઈએ છીએ. ગાડીઓ સળગાવી દઈએ છીએ.
 
3. ગાયના નામે માણસોને મારી નાખીશું?
- મોદીએ કહ્યું- ગાયની રક્ષા, ગૌ-ભક્તિ કરનારા ગાંધીજી-વિનોબાજીથી મોટું કોઈ ન હોઈ શકે. આપણે તેમના જ માર્ગે ચાલવું પડશે. વિનોબાજી જીવનભર ગૌરક્ષા માટે પોતાની જાતને કષ્ટ આપતા રહ્યા. સૌભાગ્ય હતું કે વિનોબાજીના દર્શન કરવા મળ્યા. તેઓ શબ્દોની ખૂબ જ તાકાત ધરાવતા હતા. તેઓ તે સમયની સરકાર વિરુદ્ધ ગૌરક્ષા માટે લડતા રહ્યા.
- શું ગાયના નામે આપણે કોઈ માણસને મારવાનો હક મળી જાય છે? શું આ ગૌ-ભક્તિ છે? શું આ ગૌરક્ષા છે? આ ગાંધીજી, વિનોબાજીનો રસ્તો ન હોઈ શકે. અહિંસા આપણા લોકોના જીવન ધર્મ રહ્યો છે. આપણે કેવી રીતે પોતાની જાત પર કાબૂ ગુમાવી બેસીએ છીએ? ગાયના નામે માણસને મારી નાખીએ?  
 
આગળની સ્લાઇડમાં વાંચો, મોદીએ. બાળપણનો કિસ્સો પણ સંભળાવ્યો...
અન્ય સમાચારો પણ છે...