નરાધમે લઈ લીધી બહેનની જ આબરૂં, ચાર મહિના સુધી કર્યું શોષણ, બનાવી પ્રેગનેન્ટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલિયુગમાં સંબંધો તૂટવા એ કોઈ મોટી વાત નથી રહી. પણ જ્યારે કોઈ પવિત્ર સંબંધની ગરીમાં કોઈ હરામખોરની હવસનો ભોગ બને છે ત્યારે કહેવા માટે કંઈ પણ બાકી રહેતું નથી. આવી જ એક ઘટના વારાણસીમાં સામે આવી છે. અહીંના કેન્ટ પોલીસ સ્ટેશન અંતર્ગત આવેલા હુકુલગંજમાં મામાના દિકરા ભાઈએ પોતાની 15 વર્ષની સગીર બહેનનું ચાર વર્ષ શારીરીક શોષણ કર્યાની ઘટના સામે આવી છે.

આ કિસ્સામાં જ્યારે સગીરા ગર્ભવતી થઈ ગઈ તો આરોપી પોતાની જવાબદારીઓથી બચવા ભાગી ગયો. પીડિતાએ આ અંગે કરેલી ફરિયાદ બાદ પોલીસે કેસ દાખલ કરી લીધો અને પોલીસે બહેનની આબરૂં લેનારા મામાના દિકરા ભાઈની ધરપકડ કરી લીધી છે. મનોજે પોલીસને જણાવ્યું કે તેના પોતાની બહેન સાથે પાંચ મહિનાથી શારિરીક સંબંધો હતા. જોકે, તેને એ ખબર નહોતી તે ગર્ભવતી બની જશે.

એસએસપી અજય કુમારનું જણાવવું છે કે મનોજની ઝડપી લેવાયો છે. હવે વિવિધ કાર્યવાહી કરીને તેને જેલના હવાલે મોકલી આપવામાં આવશે. મનોજે પોતાનો ગુનો કબુલ કરી લીધો છે. જોકે, આરોપી સગીર હોવાનું જણાવાઈ રહ્યું છે.

ચોંકાવનારા આ કિસ્સાઓ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ