તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

200 કરોડ જમા કરાવવાની શરતે સુબ્રતો રોયને 24 દિવસની પેરોલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : સુપ્રીમકોર્ટે સહારા ગ્રૂપના વડા સુબ્રતો રોયની પેરોલ 200 કરોડ રૂપિયા જમા કરાવવાની શરતે 24 દિવસ માટે લંબાવી છે. કોર્ટે તેમને 24 ઓક્ટોબર સુધીની રાહત આપતાં કહ્યું કે આ રકમ જમા નહીં કરાવો તો ફરી જેલમાં જવું પડશે. અગાઉ 16 સપ્ટેમ્બરે સુનાવણી વખતે કોર્ટે પેરોલ 23 સપ્ટેમ્બર સુધી લંબાવી હતી. 23 સપ્ટેમ્બરે સુનાવણી દરમિયાન કોર્ટે સહારા ગ્રૂપના વકીલ રાજીવ ધવનની દલીલોથી નારાજ થઇને રોયને જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો અને તેમને 30 સપ્ટેમ્બર સુધીમાં સરન્ડર કરવા કહ્યું હતું.

30 સપ્ટે. સુધીમાં સરન્ડર કરવાનું હતું, પેરોલ 24 ઓક્ટો. સુધી લંબાઇ

સોમવારે સુનાવણીમાં બેન્ચે જણાવ્યું કે, સહારા ગ્રૂપે અમારી સાથે વિશ્વાસઘાતનો પ્રયાસ કર્યો છે. તેણે એમ નહોતું જણાવ્યું કે સેબીને વેચવા માટે અપાયેલી 60 પ્રોપર્ટીમાંથી 47 તો આવકવેરા વિભાગે ટાંચમાં લીધેલી છે. હવે અમને તમારા પર વિશ્વાસ નથી. 1.87 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતું સહારા ગ્રૂપ 12,000 કરોડ રૂપિયા નથી આપી શકતુંω તમે બે વર્ષથી વધુ સમયથી જેલમાં હતા ત્યારે પણ પ્રસ્તાવ અપાયા પણ બધા નિષ્ફળ રહ્યા. તમે જેલમાં રહીને સુવિધાઓ પણ ભોગવી પરંતુ કોઇ ઉકેલ ન લાવ્યા. તમે સોગંદનામું રજૂ કરીને જણાવો કે બાકીના 12,000 કરોડ રૂપિયા કેવી રીતે જમા કરશોω કોઇ નક્કર દરખાસ્ત આપો.
અન્ય સમાચારો પણ છે...