8 દિવસ પહેલા થયા હતા લગ્ન: હવે પ્રેમી સાથે પોલીસ સ્ટેશન પહોંચી આ યુવતી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિલાસપુર(છત્તીસગઢ): રતનપુર સ્ટેશને પહોંચેલા પ્રેમી કપલની વાત સાંભળીને પોલીસ અધિકારીઓ અને ટીઆઈ પણ હેરાન રહી ગયા. જોકે આ યુવતીના લગ્ન એક અઠવાડિયા પહેલા જ થયા છે અને હવે પોતાના પ્રેમી સાથે લગ્ન કરાવી આપવાની વાત કરી રહી હતી. તેનું કહેવું એ હતું કે તેના લગ્ન જબરજસ્તી કરાવવામાં આવ્યા છે, જ્યારે તે એક છોકરાને પ્રેમ કરે છે. સાસરામાં માત્ર 8 કલાક જ રહી...

પ્લીઝ અમારા લગ્ન કરાવી આપો સાહેબ

-લોરમી ક્ષેત્રની યુવતીએ પોતાના પ્રેમી સાથે પોલીસ સ્ટેશને પહોંચી કહ્યું કે મારા માતા પિતાએ મારી ઈચ્છ વિરુધ્ધ બીજા છોકરા સાથે મારા લગ્ન કરાવી દીધા છે, જ્યારે હું સુનીલને પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માંગુ છું.
-યુવતીએ મદદની અપીલ કરતા કહ્યું કે પ્લીઝ અમારા લગ્ન કરાવી આપો. સાહેબ અમારી મદદ કરો. અમે બન્ને બાલિક છીએ, અમને હક છે કે અમારી લાઈફના નિર્ણયો લઈએ.
-આ વાત સાંભળીને ટીઆઈ હેરાન રહી ગયા. તેમને ખબર ન પડી કે તેમણે શું કરવું જોઈએ.

સાસરામાં માત્ર 8 કલાક રહી

-પોલીસ સ્ટેશને પહોંચેલી લોરમી ક્ષેત્રના ગામ સુરહીની રહેવાસી છે, અને તે મહામાઈ ખુડિયાના રહેવાસી સુનીલ યાદવને પ્રેમ કરે છે.
-યુવતીના લગ્નના આઠ દિવસ પહેલા જ થયા હતા અને સાસરેથી પરત ફર્યા પછી પોતાના પ્રેમી સાથે ભાગી આવી હતી.
-તેના માતા પિતાએ જબરજસ્તીથી તેના લગ્ન બતૌરા ગામમાં કરાવ્યા હતા.
-લગ્ન પછી સાસરામાં માત્ર 8 કલાક રહી હતી. બીજા દિવસે ચૌથિયાની વિધી થઈ અને ઘરના લોકો તેને લેવા આવ્યા. તે માતા પિતાના ઘરે હતી.
-આઠ દિવસ પછી તે પોતાના પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ. આ વચ્ચે બન્ને બિલાસપુરમાં રહ્યા પછી ત્યાંથી રતનપુર ચાલ્યા ગયા.

ગુમ થયેલ જાહેર કરવામાં આવ્યા છે બન્નેને

-પ્રેમી કપલના ઘરેથી ભાગ્યા પછી બન્નેના ઘરના લોકોએ લોરમી થાના ક્ષેત્રમાં તેમની ગુમ થયેલની રિપોર્ટ લખાવી છે.
-શુક્રવારે બન્ને પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ઘટના કહી. પોલીસ લોરમી સ્ટેશન સાથે કોન્ટેક્ટ કરી બન્નેના વિશે જાણકારી ભેગી કરી રહી છે.

વિદાયની તૈયારીથી ડરી

-સવિતાના અનુસાર ઘરવાળાઓએ રથયાત્રાના દિવસે તેની વિદાય નક્કી કરી હતી. આ વાતની જાણકારી તેણે જ સુનીલને આપી અને બન્ને ભાગીને લગ્ન કરવાનો નિર્ણય લીધો.
-બન્ને ઘરેથી ભાગી ગયા અને જ્યાં ત્યાં ભટકતા રહ્યા. હિમ્મત ભેગી કરી બન્ને પોલીસ સ્ટેશન પહોંચ્યા.

આગળની સ્લાઈડમાં જુઓ, પ્રેમી કપલની તસવીરો..
અન્ય સમાચારો પણ છે...