મોદી સાથે ફોટો પડાવવાનો ખર્ચ સવા લાખ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર)
રાંચી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જેમણે ઊભા રહીને ફોટો પડાવ્યો છે તે તમામ ઉમેદવારોએ ભાજપની ઝારખંડ વિજય રેલીનો અડધો ખર્ચ ઉઠાવવો પડશે. અનુમાન છે કે પ્રશાસને રેલીનો ખર્ચ આશરે 30 લાખ રૂપિયાથી વધારે આંક્યો છે. ઉમેદવારોએ ફોટો પડાવવા માટે સવા-સવા લાખ રૂપિયા આપવા પડશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીમાં એક્સપેન્ડિચર સેલ ઊભો કર્યો છે. જે ચૂંટણીમાં ઉમેદવારોઅને રાજકીય પક્ષોના ખર્ચનું આકલન કરી રહ્યું છે. તેને મેળવી ઉમેદવારોને આપવામાં આવેલા આવક-ખર્ચ રજિસ્ટર સાથે કરવામાં આવશે.

પીએમ નરેન્દ્ર મોદીની રેલીમાં મંચ પર ઉપસ્થિત ઉમેદવારોના રેલીના અડધા ખર્ચની રકમ તેમના ખાતામાં જોડવામાં આવશે. આ વ્યવસ્થા ચૂંટણી પંચે આવક-ખર્ચ ફંડના માટે સોંપ્યો છે. એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર પણ ખર્ચનું મૂલ્યાંકન કરી રહ્યાં છે. રેલીમાં આવેલા તમામ નેતા, કાર્યકર્તા પ્રશાસનના કેમેરામાં કેદ છે. ચારથી વધારે ટીમ આખી રેલીને કવર કરી રહી હતી. જેથી આચારસંહિતાના ઉલ્લંઘનનો પુરાવો પકડી શકાય.