દેશના સૌથી મોટા કોર્પોરેટ લોયર બન્યા એટર્ની જનરલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દેશના સૌથી મોટા કોર્પોરેટ લોયર બન્યા એટર્ની જનરલ
- મુકુલ રોહતગી : ભારતના ૧૪મા એટર્ની જનરલ

કેમ ચર્ચામાં?
સરકાર બદલાવાને કારણે એટર્ની જનરલ જી.ઇ.વહાણવટીએ રાજીનામું આપી દીધું છે. સુપ્રીમકોર્ટના સિનિયર વકીલ મુકુલ રોહતગીને નવા એજી બનાવવામાં આવ્યા છે. પિતાને બાળપણથી કોર્ટમાં કેસ લડતા જોઇને તેમણે પણ વકીલ બનવાનો નિર્ણય કર્યો. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી મુકુલે યોગેશકુમાર સબરવાલ હેઠળ હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરી. તે વખતે સબરવાલ દેશના જાણીતા વકીલ હતા. પછી તેઓ દેશના ૩૬મા ચીફ જસ્ટિસ બન્યા. તેમણે કરિઅરની શરૂઆતમાં ઘણા મહત્ત્વના કેસ મળ્યા, જેનાથી પ્રસિદ્ધિ મળવા લાગી. થોડાક સમય પછી તેઓ એકલા પ્રેક્ટિસ કરવા લાગ્યા. તેમણે કોર્પોરેટ જગતના ઘણા મહત્ત્વના કેસ લડયા. દરમિયાનમાં ભાજપના સભ્યો સાથે સંબંધો મજબૂત થવા લાગ્યા. તેઓ એનડીએ શાસનમાં એડિશનલ સોલિસિટર જનરલ બન્યા.

રોહતગીએ એક ઇન્ટરવ્યૂમાં અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદને નિકટના મિત્ર ગણાવ્યા. એવું માનવામાં આવે છે કે અરુણ જેટલી અને અમિત શાહના નિકટના હોવાને કારણે આ હોદ્દો મળ્યો છે. સુપ્રીમકોર્ટના એક વકીલે કહ્યું 'રોહતગી તર્ક-વિતર્ક કરીને અન્ય વકીલોને પોતાની તરફેણમાં કરવાની કળા જાણે છે.’ લોયર મુકેશ અગ્રવાલ કહે છે - 'રોહતગીનો કોર્ટ ક્રાફ્ટ જબરદસ્ત છે. તેઓ કોર્ટ ઓફિસર અને ક્લાઇન્ટ્સ વચ્ચે બેલેન્સ બનાવવાનું જાણે છે.

એજી બનવાથી તેમના ક્લાઇન્ટ્સને નુકસાન થશે.’ તેઓ લાંબા સમયથી સુપ્રીમકોર્ટમાં ભાજપના મહત્ત્વના કેસ લડી રહ્યા છે. બાબરી મસ્જિદ કેસ અને જયલલિતાનો ભ્રષ્ટાચારનો કેસ તેમણે જ લડયા હતા. રોહતગી અત્યાર સુધીમાં હજારો કેસ લડી ચૂક્યા છે પરંતુ ઝારખંડ એસેમ્બલી કેસને કરિઅરનો સૌથી ઇન્ટરેસ્ટિંગ કેસ ગણાવે છે. હોદ્દો સંભાળ્યા પછી તેમણે કહ્યું - ' સર્વપ્રથમ કાયદા વિભાગમાં એક સિસ્ટમ તૈયાર કરીશ. એ જોવાનું પણ જરૂરી છે કે નાના-નાના મામલાઓની અરજી તો કરવામાં આવી રહી નથી.’