મુંબઈ: ઢોરમાર મારી ચોરે કરી કોનસ્ટેબલની હત્યા, ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ક્રાઈમ સીનની તસવીર. પ્રતિકાત્મક ઉપયોગ)

*ચોરી કરવા માટે ઘૂસેલા ચોરને કોન્સ્ટેબલ અજય પ્રભાકરે એકલાહાથે પડકાર્યો
મુંબઈ: મુંબઈના ડોંગરી વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલે બહાદુરીપૂર્વક ચોરને પડકાર્યો હતો અને તેનો સામનો કર્યો હતો. જોકે ફરજ પર તેનું મોત થયું હતું.

મળતી માહિતી પ્રમાણે, ડોંગરી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અજય પ્રભાકર પર ચોરે હુમલો કર્યો હતો. ફરજ દરમિયાન અજયે ચોરને પકડવાનો પ્રયાસ કર્યો હતો. ચોર એક બિલ્ડિંગમાં ઘૂસ્યો હતો, ત્યારે અજયે તેનો પીછો કર્યો હતો. જ્યારે છત પર અજયે ચોરને પકડવાનો પ્રયાસ કર્યો તો ચોરે લાકડીથી અજયને ફટકાર્યો હતો. અજયના માથા પર અનેક વાર કર્યાં હતાં.
આથી, અજય ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. પોલીસ તથા પાડોશીઓએ પ્રયાસ કરીને ચોરની ધરપકડ કરી હતી.