• Gujarati News
  • Consideration Of Suprim On Sanjay Datt Application Today

સંજય દત્તની અરજી પર આજે સુપ્રીમ કોર્ટની વિચારણા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડના અભિનેતા સંજય દત્તની રિવ્યૂ અરજી પર સુપ્રીમ કોર્ટ આજે શુક્રવારે વિચારણા કરશે. સંજય દત્તને ૧૯૯૩ના બોમ્બ વિસ્ફોટ કેસમાં પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવી છે.

પી. સતશિવમ અને બી.એસ. ચૌહાણની બેન્ચે ગત ૨૧ માચેઁ સંજય દત્તને બ્લાસ્ટ કેસમાં પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ સંજય દત્તના શરણે આવવાના એક દિવસ પહેલાં જ સુપ્રીમ કોર્ટે તેને ચાર સપ્તાહનો વધુ સમય આપ્યો હતો. આ બેન્ચ ગુરુવારે સંજય દત્તની અરજી ઉપરાંત અન્ય છ ગુનેગારોની સમીક્ષા અરજીની પણ સુનાવણી કરશે. સંજય દત્ત માટે શુક્રવાર મહત્વનો દિવસ બની રહેશે.