તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમિત શાહે આપ્યા મોદી-સેનાને અભિનંદન; લડાઈમાં સરકારને કોંગ્રેસનો સાથ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ભારતીય સેનાએ લાઈન ઓફ કંટ્રોલ પાર કરીને પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં પ્રવેશીને આતંકવાદી કેમ્પોનો સફાયો બોલાવ્યો હતો. ત્યારે દેશમાં રાજકીય પક્ષોએ એકસૂરમાં સેના સાથે હોવાની વાત કરી છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સેનાને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ કહ્યું છે કે, આ સ્ટ્રાઈકમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે તથા ભારતીય સેનાનો કોઈ પણ જવાન ઘાયલ નથી થયો. જે દેખાડે છે કે આપણી સેના કેટલી સજ્જ છે. ભારતીય સેનાના જાબાંઝ સૈનિકોને હું સલામ કરું છું. જે માસૂમ ભારતીયો પર હુમલા કરે છે.
ઓલ પાર્ટી મીટ પછી બીજેપી નેતા વેંકૈયા નાયડુએ મીડિયાને કર્યા બ્રીફ
- આ બેઠકમાં દરેક રાજકીય પક્ષને સર્જિકલ સ્ટ્રાઈક વિશે બ્રીફ કરવામાં આવ્યા છે.
- જમ્મુ-કાશ્મીરના પુંછ સહિત અન્ય વિસ્તારમાં આતંકવાદીઓની ઘૂસણખોરી વિશે ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યા હતા.
- તેના આધારે ડિજીએમઓ અને સૈન્ય દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
- અમે ઓપરેશનની દરેક ડિટેલ રાજકીય પાર્ટી સાથે શેર કરી છે
- બેઠકમાં કેન્દ્ર સરકાર સહિત દરેક રાજકીય દળના મોટા ભાગના મંત્રીઓ અને અગ્રણી અધિકારીઓ હાજર રહ્યા હતા.
- દરેક પાર્ટીએ આ ઓપરેશન માટે કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવ્યા છે.
- આપણાં આ એક્શનથી આપણે પાકિસ્તાનને જણાવી દીધું છે કે હવે ભારત આતંકવાદને વધારે સહન નહીં કરી શકે
- વિપક્ષ પણ આર્મી અને કેન્દ્ર સરકારના સપોર્ટમાં છે.
કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે કેન્દ્ર સરકારને આપ્યા અભિનંદન

- ઓલ પાર્ટી મીટમાં સરકારે અમને સર્જિકલ ઓપરેશનની માહિતી આપી.
- કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવ્યા.
- આતંકવાદને નાબુદ કરવા માટે અમે ફોર્સ દ્વારા લેવામાં આવતા દરેક પગલાંને અને સરકારને સપોર્ટ કરીશું.
સર્વદળીય બેઠકમાં બ્રિફ કરાયા

- કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ, કેન્દ્રીય સંરક્ષણપ્રધાન મનોહર પર્રિકર, પ્રિન્સિપાલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગુપ્તચર તંત્ર તથા સેનાના અધિકારીઓ બેઠકમાં સામેલ થયા.
- કોંગ્રેસના ગુલામ નબિ આઝાદ, લોક જનશક્તિ પાર્ટીના રામવિલાસ પાસવાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ પવાર તથા જનતાદળ યુનાઈટેડના શરદ યાદવ સહિતના નેતાઓએ બેઠકમાં લીધો.
- ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ લેફ. જનરલ રણબીરસિંહ દ્વારા ગઈકાલના હુમલા તથા જો પાકિસ્તાન દ્વારા વળતી કાર્યવાહી કરવામા આવે, તો ભારત કેવી રીતે સજ્જ છે. તેની માહિતી આપવામાં આવી.
સર્જિકલ સ્ટ્રાઈક્સ બાદના અપડેટ્સ

- સર્વદળીય બેઠક અગાઉ કોંગ્રેસ પાર્ટીના ઉચ્ચ નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકની અધ્યક્ષતા સોનિયા ગાંધીએ કરી હતી.
- આ બેઠક પહેલા વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીની સાથે મુલાકાત કરી હતી અને તેમને સર્જિકલ સ્ટ્રાઈક્સ અંગે માહિતી આપી હતી.
- મુંબઈમાં ભાજપના કાર્યાલયની બહાર ઉત્સાહનું વાતાવરણ હતું. જ્યાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
- ઉપરાંત 'દૂધ માંગોગે તો ખીર દેંગે, કશ્મીર માંગોગે તો ચીર દેંગે'ના નારા લગાવ્યા હતા.
- બિહારના પટણામાં ભારતીય સેનાની કાર્યવાહીને વધાવી લેવા સ્વયંભૂ ઉજવણી કરવામા આવી હતી.
- પાકિસ્તાનની સરહદ પર પ્રવર્તમાન સ્થિતિને જોતા પંજાબની બાદલ સરકારે તાકિદની બેઠક બોલાવી છે.
- સરહદ સાથે જોડાયેલા પંજાબના પઠાણકોટમાં સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડને ખાલી કરાવી લેવાયો છે. જેથી કોઈ સંભવિત ખરાબીને પહોંચી શકાય.
- બલુચ નાગરિકોએ ભારત ખાતે પાકિસ્તાનના રાજદુતાલયની બહાર દેખાવો કર્યા હતા.
- પાકિસ્તાનના હાઈકમિશનર અબ્દુલ બસિતને કથિત રીતે ધમકીભર્યા ફોન મળ્યા હતા.
- આ કોલ્સને પગલે બસિતે ભારતના વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને પૂરતી સુરક્ષા આપવા વિનંતી કરી હતી.
- બસિતે કહ્યું છેકે એમ્બેસીના કર્મચારીઓ તથા તેમના પરિવારજનોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવે.
- બીએસએફ દ્વારા વાઘા સરહદ પર બિટિંગ રિટ્રિટનો કાર્યક્રમ રદ કરી દેવાયો હતો.

રાજકીય પ્રતિક્રિયાઓ વાચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
અન્ય સમાચારો પણ છે...