• Gujarati News
  • Congress Wins Karnataka Poll, Yedi Is Villan For BJP's Loss

કર્ણાટકમાં કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી, યેદિયુરપ્પાએ ભાજપને હરાવ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- માત્ર ૪૦ બેઠકો મળી, ૫૧ બેઠકો પર યેદિયુરપ્પાએ જીતવા ન દીધા, કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી, સાત વર્ષ બાદ ફરી સરકાર બનાવશે
- મુખ્ય વપિક્ષ માટે ભાજપ-જેડીએસ વચ્ચે ટાઈ

કણૉટકમાં ભાજપનો શરમજનક પરાજય થયો છે.કોંગ્રેસ સાત વર્ષ પછી ફરી બહુમતી સાથે સત્તામાં આવી છે. ભાજપને પોતાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પા પક્ષ છોડી ગયાની ઘટના ભારે પડી , તો દક્ષિણમાં પોતાની પ્રથમ સરકારના કાર્યકાળમાં થયેલા ભ્રષ્ટાચારથી છબિનું ધોવાણ થયું. યેદીયુરપ્પાએ ભલે ૬ બેઠકો પર વિજય મેળવ્યો હોય પરંતુ ૫૧ બેઠકો પર યેદીયુરપ્પા ભાજપના પરાજયનું સીધું કારણ બની રહ્યા. ૨૦ બેઠકોને યેદીયુરપ્પાએ પરોક્ષપણે પ્રભાવિત કરી.૨૨૪ બેઠકો ધરાવતા આ રાજ્યમાં કોંગ્રેસને ૧૨૧ બેઠકો મળી છે. વડાપ્રધાન અને કોંગ્રેસે કણૉટકનો વિજય રાહુલ ગાંધીનો વિજય હોવાનું જણાવ્યું છે, તો મોદી પ્રાદેશિક નેતા હોવાનું કહીને તેમની હાંસી ઉડાવી છે.

હવે આગામી પડકાર
- ૬ મહિના પછી છ રાજ્યોમાં ચૂંટણીઓ યોજાશે
- ૧૨ મહિના પછી સામાન્ય ચૂંટણીઓ યોજાશે
- ભાજપ અને તેના સહયોગી પક્ષોની હાલમાં ૬ રાજ્યોમાં સરકારો છે. એટલે કે, લોકસભાની ૧૨૨ બેઠક પર પકડ છે.
- કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોની ૧૪ રાજ્યોમાં સરકારો છે. એટલે કે, તેને લોકસભાની ૧૮૮ બેઠકો પર સરસાઇ છે.
- આ વર્ષે જે છ રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાની છે, તેમાંથી ભાજપ બે અને કોંગ્રેસ ૩ રાજ્યોમાં સત્તામાં છે. અહીં લોકસભાની કુલ ૭૪ બેઠક છે.

ચૂંટણીનું પરિણામ , કુલ બેઠક: ૨૨૪, ચૂંટણી યોજાઈ: ૨૨૩

પક્ષબેઠકનુકસાન
ભાજપ૪૦-૭૦
કોંગ્રેસ૧૨૧૪૧
જેડીએસ૪૦૧૨
કેજેપી
અન્ય૧૬૧૧

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોને સમજવા તેમજ ભાસ્કર ગાઈડ આગળની સ્લાઈડમાં વાંચો, આ ઉપરાંત મોદી વિરુદ્ધ રાહુલમાં કોણ કેટલું સફળ થયું તે પણ જાણવા તસવીર ક્લિક કરો...