શું ગોવામાં બીજેપીનો ભગવો ફરી લહેરાશે? કોંગ્રેસ-આપ આપશે ટક્કર?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્ક. ગોવામાં વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં ચોંકાવનારું પરિણામ આવ્યું છે બીજેપીના મુખ્યમંત્રીપદના ઉમદેવાર લક્ષ્મીકાંત પારસેકર હારી ગયા. બીજેપીને સ્પષ્ટ બહુમત ન મળતા પારસેકરે રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે. પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસ અને બીજેપી બંનેમાંથી કોઈને પણ સ્પષ્ટ બહુમત નથી મળી. બીજેપી પર જ્યાં સત્તામાં વાપસી કરવાનું દબાણ છે ત્યાં કોંગ્રેસ પણ શાસન મેળવવા સમગ્ર જોર લગાવ્યું.પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસી દિગંબર કામતની જીત થઈ છે. આમ આદમી પાર્ટી પણ પહેલીવાર મેદાનમાં છે. આમ આદમી પાર્ટીએ એલ્વિસ ગોમ્સના નેતૃત્વમાં ચૂંટણી લડી છે. કોણ સરકાર રચવાનો દાવો કરે છે તેની પર સૌની નજર રહેશે.
 
કોણ કેટલી બેઠક પર જીત્યું કે આગળ?
પાર્ટીનું નામજીત
બીજેપી13
કોંગ્રેસ17
એનસીપી1
એમજી3
જીએફપી3
અપક્ષ3
કુલ40
 
અપડેટ્સ
- બીજેપીના મુખ્યમંત્રીપદના ઉમેદવાર લક્ષ્મીકાંત પારસેકરની હાર
- ગોવાની સેન્ટ આન્દ્રે સીટ પરથી કોંગ્રેસના ફ્રાન્સિસ્કો સિલ્વે જીત્યા
- ગોવાના પૂર્વ સીએમ અને કોંગ્રસી નેતા પ્રતાપ સિંહ રાણેનો પોરિઅમ સીટ પર વિજય
 
કયા ઉમેદવારોની પ્રતિષ્ઠા લાગી છે દાવ પર?
 
- મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પારસેકર ત્રણ ટર્મથી માર્દેમ સીટ પરથી વિજયનો ઝંડો ફરકાવતા રહ્યા છે. મુખ્યમંત્રીને આંતરિક કલહનો પણ આ ચૂંટણી દરમિયાન સામનો કરવો પડ્યો છે.
- સુભાષ વેંલિંગકર 2016 સુધી આરએસએસના રાજ્યના ચીફ હતા, બીજેપી સામે સ્થાનિક ભાષાને મુદ્દે બીજેપી સાથે સંઘર્ષ થતા તેમેણ ગોવા સુરક્ષા મંચની રચના કરી બીજેપીને પડકાર આપી રહ્યા છે. સુભાષે શિવસેના, એમજીપી અને ગોવા પ્રજા પાર્ટી સાથે ગઠબંધન પણ કર્યું છે. 
- એલ્વિસ ગોમ્સ સરકારી નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને પક્ષના મુખ્યમંત્રીપદના ઉમેદવાર માનવામાં આવે છે. તેઓ સાઉથ ગોવાની કુનકોલીમ બેઠક પરથી પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. 
- કોંગ્રેસના લુઈઝીન્હો ફલૈરો રાજ્યમાં બે વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. કોંગ્રેસની ફરી બેઠી કરી બીજેપીને પડકાર આપવામાં ફલેરૌની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
- 2007થી 2012 દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા દિગંબર કામત ભ્રષ્ટાચાર અને લુઈસ બર્જર લાંચ સ્કેન્ડલ જેવા કેસોનો સામનો કરી રહ્યા છે. મારગાવો સીટ પરથી તેઓ જીતશે કે તેમની સામેના કેસ નડશે એ જોવાનું રહેશે.
 
2012ની ચૂંટણીમાં કોણે મેળવી હતી કેટલી સીટ?   
પક્ષ
2012 વિધાનસભા
વોટ%
2014 લોકસભા
બીજેપી
21
34.7
2
કોંગ્રેસ
9
30.8
-
એમએજી
3
6.7
-
જીવીપી
2
3.5
-
અન્ય
5
16.7
-
 
એક્ઝિટ પોલ્સના આંકડા શું કહે છે તે જાણવા આગળની સ્લાઈડ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...