મોદી મુકાશે મુશ્કેલીમાં, ચૂંટણી પંચે મંગાવી 'ખૂની પંજા'ની સીડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની મુશ્કેલી વધી શકે છે.તેમણે છત્તિસગઢની જાહેરસભામાં કોંગ્રેસના ચૂંટણી ચિહ્ન પંજાને ખૂની પંજો જણાવ્યો હતો. ચૂંટણી પંચે સ્વેચ્છાએ આ ઘટનાની નોંધ લીધી છે અને મોદીની એ સભાનો વીડિયો મંગાવ્યો છે. કોંગ્રેસે પણ આ મુદ્દે ફરિયાદ નોંધાવતા મામલો સંગીન બન્યો છે.

ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ સંદર્ભે એક ફરિયાદ મળી છે. મુખ્ય ચૂંટણી અધિકારી સંપત સમક્ષ આ ફરિયાદ નોંદાવવામાં આવી છે. ચૂંટણી પંચે નવીદિલ્હીમા આમ આદમી પાર્ટીને તાકિદ કરી છે કે પુરાણી દિલ્હી વિસ્તારમાં સભા કે રેલી કાઢતી વખતે દસથી વધારે વાહનોને સાથે ન રાખવા.

થોડા સમય અગાઉ ભાજપે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી હતી. રાહુલ ગાંધીની 'આઈએસઆઈ' સંદર્ભની ટિપ્પણી અંગે આ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. રાહુલ ગાંધીએ તેમના જવાબમાં કહ્યું હતું કે, તેમણે આદર્શ આચાર સંહિતાનો ભંગ નથી કર્યો.

ઉલ્લેખનીય છેકે, ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચાર સંહિતા લાગૂ થઈ જાય છે. આ સાથે જ ચૂંટણીનું મતદાન પૂર્ણ ન થાય ત્યાર સુધી કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર તેના હરીફ સામે સીધો જ આરોપ ન મુકી શકે.