• Gujarati News
  • Modi Wave: BJP Won More 33 Seats Through Modi’s Rally

મોદી લહેરઃ મહારાષ્ટ્રમાં કરેલી ૨૭ સભાઓને કારણે બીજેપીએ ૫૦ ટકા વધુ બેઠકો મેળવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ નવી દિલ્હીમાં બીજેપી મુખ્યાલય ખાતે નરેન્દ્ર મોદી)
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ચૂંટણી પરિણામોના કારણે એક તરફ બીજેપી અને શિવસેના હરખાઈ રહ્યા છે તો કોંગ્રેસ, એનસીપી અને મનસેને દુઃખના દિવસો શરૂ થઈ ગયા છે. ચૂંટણીના પરિણામો બાદ ઉદ્ધવ ઠાકરેએ ભલે કહ્યું હોય કે મહારાષ્ટ્રમાં કોઈ મોદી વેવ નથી. પરંતુ મોદીએ જ્યાં-જ્યાં સભા સંબોધી તેના પરિણામો પર નજર કરીએ તો ચોક્કસ કહી શકાય કે મોદી વેવ જ છે.
મહારાષ્ટ્રમાં શિવસેના સાથે 25 વર્ષ જૂનું ગઠબંધન તૂટ્યા બાદ ખૂદ પીએમ નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા હતા. તેમણે મહારાષ્ટ્રમાં 27 જેટલી સભાઓ સંબોધી હતી. આ 27 સભાઓ હેઠળ મહારાષ્ટ્ર વિધાનસભાની 160 બેઠક આવતી હતી. 2009ની ચૂંટણીના સંદર્ભમાં મોદી દ્વારા સંબોધવામાં આવેલી બેઠકોના પરિણામની સમિક્ષા કરવામાં આવે તો ભાજપને 50 ટકા વધુ બેઠકો મળી હતી. 2009માં 33 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો, જ્યારે 2014ની ચૂંટણીમાં આ આંકડો વધીને 66નો થઈ ગયો છે. (પક્ષવાર વિગત જોવા માટે જુઓ ત્રીજી સ્લાઈડ)
નોંધનીય છે કે મહારાષ્ટ્રના પરિણામો જેમ-જેમ આવતા ગયા તેમ-તેમ મોદીની લહેર છે કે નહીં તેના અંગે પર સવાલો ઉઠવા લાગ્યા અને ચર્ચાઓ થવા લાગી હતી. વિરોધી પક્ષના લોકોએ તેમના પર આક્ષેપો પણ કર્યા હતા કે પ્રધાનમંત્રી કાર્યાલયને તાળા મારીને કોઈ રાજ્યની ચૂંટણી અર્થે મોદી આટલી બધી સભાઓ સંબોધે તે યોગ્ય નથી. એક તરફ એલઓસી પર પાકિસ્તાન ફાયરીંગ કરી રહ્યું હતું તે સમયે નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં વિશાળ જનમેદનીઓને સંબોધી પોતાના પક્ષને વોટ આપવા સમજાવી રહ્યા હતા. દેશ પર પડોશી દેશ દ્વારા થઈ રહેલા હુમલાઓ અંગે પ્રધાનમંત્રીના મૌન બાબતે પણ અનેક ટીકાઓ થઈ હતી.
શું મહારાષ્ટ્રમાં નરેન્દ્ર મોદીની લહેર ખરેખર આવી હતી?
મહારાષ્ટ્રમાં નરેન્દ્ર મોદીની લહેર આવી કે નહીં તેનું મૂલ્યાંકન કરવા તેમણે ૨૭ સ્થળોએ સંબોધેલી સભાઓને કારણે પ્રભાવિત થનારી ૧૬૦ બેઠકો પર વર્ષ ૨૦૦૯ની ચૂંટણીમાં જે પરિણામો હતા જેની સામે ૨૦૧૪ની ચૂંટણીમાં શું ફેરફાર થયો તે જાણવું એટલું જ અગત્યનું છે. ૨૦૦૯ની ચૂંટણીમાં ૧૬૦ બેઠકોમાંથી બીજેપીને ૩૩ સીટો એટલે કે ૨૧ ટકા સીટો પર વિજયી હતી. ૪૦ બેઠકો સાથે કોંગ્રેસ ૨૦૦૯માં અગ્રેસર હતું.

નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં સંબોધેલી રેલીઓની યાદીઃ

પાલઘર, રત્નાગીરી, કન્કાવલી, બોરીવલી, થાણે, પંઢારપુર, તુળજાપુર, લોહા, હિંગોળી, ધમણગાંવ, બ્રહ્મપુરી, બારામતી, પીમ્પરી, અહેમદનગર, મુંબઈ, રાહુરી, નાશિક, નાગપુર, જલગાંવ, સીન્દખેડા, ધૂળે, કોલ્હાપુર, ટસગાંવ, સાંગલી, બુલધાણા, મુંબઈ (સબર્બ)
આગળ વાંચો, ૨૦૧૪ના ચૂંટણી પરિણામો શું કહે છે? અને મોદી લહેરના કારણે કોને થયું સૌથી વધુ નુકસાન?