તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Complaint Against BJP Member For Uploading Sonia Gandhi's Morphed Picture On FB

કોંગ્રેસ અધ્યક્ષાની મોર્ફ તસવીરો ફેસબુક પર અપલોડ કરનાર ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોંગ્રેસના નેતા સંજય સેહગલના ધ્યાને આ તસવીર આવતા તેમણે પોલીસ ફરિયાદ કરી હતી

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની મોર્ફ કરેલી તસવીરો સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર અપલોડ કરવા બદલ જલંધરમાંથી કહેવાતા ભાજપનો કાર્યકર ઝડપાયો હતો. આ યુવકનું નામ સંદીપ ભલ્લા છે તેમજ તેની સામે આઈટી એક્ટની કલમ 66એ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના નેતા સંજય સેહગલે આ અંગે સંદીપ ભલ્લા વિરુદ્ધ આઈટી એક્ટની કલમ 66એ હેઠળ કેસ દાખલ કરાવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. સોમવારે સેહગલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી તેમજ પોલીસ કમિશનરને પણ ઓનલાઈન આ અંગે રજૂઆત કરી હતી.

કોંગ્રેસના નેતા સેહગલે વધુમાં કહ્યું કે, 'ફેસબુક પર કોંગ્રેસ અધ્યક્ષાના મોર્ફ ફોટો અપલોડ કરવા અને વાંધાજનક ટીપ્પણીનો પ્રયોગ કરવા બદલ તેમજ ભાજપના અન્ય કાર્યકરો દ્વારા તસવીરો અપલોડ કરવા બદલ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ કરી છે.'

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મોર્ફ કરેલી તસવીર પણ અમે પોલીસને મોકલી આપી હતી જેને ભાજપના કાર્યકરોએ અપલોડ કરી હતી. દરમિયાન પ્રદેશ ભાજપના અધ્યક્ષ કમલ શર્માએ જણાવ્યું હતું કે તસવીરો અપલોડ કરનાર ભલ્લા ભાજપનો કાર્યકર નથી પણ સમર્થક છે.

તેમ છતા અમે જલંધર પ્રદેશ એકમને આ બાબતે તપાસ કરવાનો જણાવ્યું છે. ભાજપ મહિલાઓનું સન્માન કરે છે અને આવી કોઈ ઘટના સાખી લેવામાં નહીં આવે તેમ શર્માએ જણાવ્યું હતું.