કંપની રૂ. 50 હજારથી વધુની રાહત કે સવલત આપે તો લાગશે GST

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્ક : બુધવારે સંસદમાં GST (ગુડ્સ એન્ડ સર્વિસિઝ એક્ટ) અંગે ચર્ચા થશે. સરકાર સર્વસહમતિથી આ બિલને પસાર કરાવવા માંગે છે. જો બધુંય બરાબર રહ્યું તો આ બિલ પહેલી જુલાઈથી અમલમાં આવી જશે. નવા કાયદાની જોગવાઈઓ પ્રમાણે, કર્મચારીને મળતું મફતનું ભોજન, કર્મચારીના સંતાનની સ્કૉલરશિપ વગેરે પર પણ GST લાગશે. જોકે આ કામ સહેલું નહીં હોય, સમગ્ર દેશમાં એકસાથે ટૂંકી મુદ્દતમાં GST લાગુ કરવું પડકારજનક છે. 

રૂ. 50 હજારની ટોચ મર્યાદામાં રાહતો અને લાભો 

કર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, બિલની એક જોગવાઈ પ્રમાણે, Supply without consideration (મતલબ કે અવેજ વિના (સેવા કે વસ્તુ) આપવી) પર GST લાગુ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. કર્મચારીના CTC (કોસ્ટ-ટુ-કંપની) સિવાય રૂ. 50 હજાર સુધીના લાભો, રાહતો કે 'સોગાત' કર્મચારીઓને આપી શકાશે. તેથી વધુની રકમની સેવાઓ અને રાહતો પર GST લાગુ પડશે. ચાહે તેના માટે અવેજ લેવામાં  આવ્યો હોય કે નહીં. 

બિલની અન્ય એક જોગવાઈ પ્રમાણે, "ધંધા માટે વસાવવામાં આવેલી મિલ્કતનો ઉપયોગ ખાનગી વપરાશ કરવા માટે કરવામાં આવે તો તેની ઉપર GST લાગુ પડશે." (અવેજ એટલે વસ્તુ કે સેવાના બદલામાં તેટલી જ કિંમત કે વસ્તુ આપવી.) 

કઈ-કઈ સુવિધાઓ અને રાહતો બનશે GST પાત્ર 

- કર્મચારીના સંતાનોને અપાતી સ્કૉલરશિપ 
- મફતનું ખાવા-પીવાનું
- ઓફિસની ગાડીનો અંગત કામ માટે ઉપયોગ 
- ગ્રૂપ અને લાઈફ ઇન્સ્યોરન્સ
- જીમની મેમ્બરશિપ
- ક્લબની મેમ્બરશિપ
- ટેક્સી સેવા     
 
સમસ્યાનો ઉકેલ શક્ય. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
અન્ય સમાચારો પણ છે...