તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરીબ કોણ ? મોદી સરકાર હવે નવેસરથી જવાબ શોધશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: દેશમાં ગરીબ કોણ છે કોણ નથી? 54 વર્ષથી પણ વધુ સમયથી વિવાદાસ્પદ આ પ્રશ્નનો હવે મોદી સરકાર નવેસરથી જવાબ શોધશે. નીતિપંચની ટાસ્ક ફોર્સે બીપીએલ પરિવાર ઓળખવા માટે પીએમઓને નવી પેનલ બનાવવાનું સૂચન કર્યું છે. ગરીબી દૂર કરવાની રૂપરેખા તૈયાર કરવા માટે આ ટાસ્ક ફોર્સ નીતિપંચના ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાના નેતૃત્વમાં કામ કરતી હતી.
અહેવાલમાં ગરીબીની નવી પરિભાષા નિશ્ચિત કરવામાં રાજ્યોની સક્રિય ભાગીદારીનું પણ સૂચન કરાયું છે. ટાસ્ક ફોર્સની મુખ્ય જવાબદારી ગરીબી દૂર કરવાની રૂપરેખા તૈયાર કરવાની અને ગરીબી વિરોધી કાર્યક્રમોની રણનીતિ તૈયાર કરવાની હતી. નીતિપંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અહેવાલ પર પીએમઓના નિર્દેશની રાહ જોવાઈ રહી છે. બીજી બાજુ સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર નવી પેનલના નામો પર વિચાર કરી રહી છે. ટૂંક સમયમાં જ નામ ફાઈનલ થવાની સંભાવના છે.
અત્યાર સુધી ગરીબીની શું વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે
1962નું વર્કિંગ ગ્રૂપ: ચાર પુખ્ત વય સહિત પરિવારના પાંચ સભ્યોનો ગામડામાં ઓછામાં ઓછો માસિક ખર્ચ રૂ. 100 અને શહેરમાં રૂ. 125 થવો જોઈએ. આના કરતા ઓછો ખર્ચ કરી શકતા લોકોને ગરીબ માનવામાં આવશે. આ ખર્ચમાં એજ્યુકેશન અને હેલ્થના ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ત્યારે અંદાજે 55 ટકા ગરીબ હતા.
1979ની ટાસ્ક ફોર્સ: ડો. વાય.કે અલધની ટાસ્ક ફોર્સે શહેરોમાં દૈનિક 2,400 કેલેરી અને ગામડામાં 2,100 કેલરી કરતા ઓછો ખોરાક લેતા લોકોને ગરીબ ગણાવ્યા હતા. આ રીતે શહેરોમાં માસિક રૂ. 53.64 અને ગામડાઓમાં રૂ. 49.09 પ્રતિ વ્યક્તિ ખર્ચને ગરીબી રેખા નક્કી કરવામાં આવી હતી. ત્યારે 45 ટકા ગરીબ હતા.
1993માં એક્સપર્ટ ગ્રૂપ: ડીટી લકડાવાલાએ અલગ ટાસ્ક ફોર્સ દ્વારા ગરીબી રેખામાં કોઈ ફેરફાર નહોતા કર્યા. તેમણે રાજ્યોના આધારિત વિવિધ ગરીબી રેખા નક્કી કરી હતી. 1997માં તેમની ભલામણ માની લેવામાં આવી હતી. તે સમયે ગરીબોની સંખ્યા 24 ટકા હતી.
2005માં ફરીથી એક્સપર્ટ ગ્રૂપ: સુરેશ ડી તેંદુલકરની આગેવાની વાળી ટાસ્ક ફોર્સમાં કોઈ નવી ગરીબી રેખા બનાવવામાં આવી નહોતી. લકડાવાલાની પદ્ધતિ પ્રમાણે 2004-05માં તૈયાર ગરીબી રેખાના મુલ્યો પર આધારિત ગરીબી રેખામાં ફેરફાર કર્યા હતા. તેમાં ગામમાં રોજના રૂ. 27 અને શહેરમાં રૂ. 33 ખર્ચ કરનારને ગરીબ માનવામાં આવશે નહીં. ત્યારે 22 ટકા લોકો ગરીબ માનવામાં આવતા હતા.
2012માં એક્સપર્ટ ગ્રૂપ: સી રંગરાજનની આગેવાની હેઠળ ગ્રૂપ બનાવવામાં આવ્યું હતું. તેમાં એક દિવસમાં ગામડામાં રૂ. 32 અને શહેરમાં રૂ. 47 ખર્ચ કરનારને ગરીબ માનવામાં આવશે નહીં તેવી જાહેરાત કરવામાં આવી હતી.

ગરીબી સામે લડવા ચાર રીતો સૂચવાઈ

1. તેંડુલકર સમિતિની ગરીબી રેખા ચાલુ રાખવામાં આવે.
2. રંગરાજન સમિતિની ભલામણો માનીને માપદંડ વધારવામાં આવે.
3. વસતીમાં સૌથી નીચલા વર્ગના 30 ટકા લોકો ગરીબી રેખાથી નીચે મનાય. સમયની સાથે તેમના વિકાસ પર નજર રાખો.
4. ગરીબીના પોષણ, ઘર, સ્વચ્છતા, વીજળી વગેરે જેવા વિશિષ્ટ માપદંડોનું વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન થાય.

- ટાસ્ક ફોર્સ મુજબ ગરીબી રેખાની સાથે ત્રીજા અને ચોથા સૂચનનો ઉપયોગ થઈ શકે છે. ગરીબી રેખાની જગ્યાએ સંપૂર્ણ રીતે તેનો અમલ કરી શકાય નહીં. સાથે જ ગરીબી દૂર કરવા રોજગાર આધારિત વ્યાપક વૃદ્ધિ પર ધ્યાન આપવા અને ગરીબી દૂર કરવાના કાર્યક્રમ વધુ અસરકારક બનાવાય. જન વિતરણ વ્યવસ્થા, મિડ ડે મીલ યોજના, મનરેગા અને બધા માટે ઘર જેવી યોજનાઓને અસરકારક બનાવવી પડશે.
54 વર્ષમાં પણ ગરીબીની સાચી વ્યાખ્યા નિશ્ચિત થઈ શકી નથી

ભારતમાં ગરીબીના માપદંડ નિશ્ચિત કરવાના પ્રયાસ 1960ના દાયકામાં શરૂ થયા હતા. ત્યારથી અંદાજે 54 વર્ષ દરમિયાન સરકારો અલગ અલગ સમયે અલગ સમિતિઓ અને માપદંડ લાવી. તમામ યોજનાઓ બની અને આંકડા પણ ઉપર-નીચે થતા રહ્યા, પરંતુ પાયાની હકીકત પર ગરીબી ઓછી થતી દેખાઈ નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો