પુષ્કર: અજમેરના કલેક્ટર ડૉ. આરુષિ એ મલિક સફાઈ માટે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તેઓ પુષ્કર મેળાની વ્યવસ્થા જોવા માટે નીકળ્યાં હતાં. હેરિટેજ વોકના નીરિક્ષણ દરમિયાન કલેક્ટરને અવ્યવસ્થા અને ઠેર ઠેક ગંદકીનો સામનો કરવો પડ્યો હતો. તેમણે વિવિધ જગ્યાએ ગંદકી પડેલી જોઈ તો પછી તેઓ રહી ન શક્યાં અને તેમણે જાતે જ કચરો ઉપાડવાનું શરૂ કર્યું. જોકે નવાઈની વાત એ છે કે તેમને કચરો નાખવા માટે કોઈ ડસ્ટબીન પણ તે જગ્યાએ મળ્યું નહોતું. સફાઈ કર્યા પછી તેમણે ત્યાંના દુકાનદારો સાથે વાત કરી અને તેમને આ રીતે રસ્તા પર કચરો નાખવા માટે ધમકાવ્યા પણ ખરા. આ ઉપરાંત તેમણે ઈઓ સાથે વાત કરીને સફાઈ અભિયાન ચલાવવાની અને ગંદકી કરતા દુકાનદારોને દંડ ફટકારવાની પણ સૂચના આપી હતી.
પુષ્કર બને સૌથી ચૌખ્ખુ શહેર
બેઠકને સંબોધતા કલેક્ટરે કહ્યું હતું કે, તેમની ઈચ્છા છે કે, તીર્થ નગરી પુષ્કર જિલ્લાનું સૌથી વધારે ચોખ્ખું શહેર બને. તે માટે તેમણે પાલિકા પ્રશાસન સાથે સાથે ત્યાંના સ્થાનિક રહેવાસી અને નાના ટાઉનના લોકોનો પણ સહયોગ મળી રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
પહેલા પણ પોતાના સફાઈ અભિયાનના કારણે ચર્ચામાં રહ્યાં છે મહિલા કલેક્ટર
મહિલા કલેક્ટર મલિક પહેલા પણ તેમના સફાઈ અભિયાનના કારણે ચર્ચામાં રહી ચૂક્યાં છે. જ્યારે સમગ્ર દેશમાં નેતા અને અભિનેતા માત્ર ફોટો ખેંચાવા માટે સફાઈ અભિયાનમાં જોડાયા હતા ત્યારે કલેક્ટર ડૉ. આરુષિ એ મલિકે તેમના કર્મચારીઓ સાથે એ રીતે સફાઈ કરી હતી કે તેમનો ચહેરો પણ કાળો થઈ ગયો હતો. તે સમયે પહેલા તેમણે કચરો વાળ્યો હતો અને ત્યારપછી પાવડાથી કચરો ભેગો કરીને ડસ્ટબીનમાં પણ ભર્યો હતો.
આગળની સ્લાઈડમાં જુઓ કલેક્ટર ડૉ. આરુષિ એ મલિકના સફાઈ અભિયાનની તે તસવીરો જેના કારણે તે હંમેશા ચર્ચામાં રહ્યાં છે