તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તેલંગણાઃ સાથીદારોએ કર્યો રેપ, ત્રીજા પર વીડિયો બનાવી બ્લેકમેલ કરવાનો આરોપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરીમનગર(તલંગણા): 23 વર્ષની વિદ્યાર્થીનીએ તેની સાથે કોચિંગ કરતા 3 સાથીઓ પર બળાત્કાર, તેનો વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીનીએ આ મામલે ફરિયાદ પોલીસને કરી છે. પોલીસમાં ભરતી થવા માટે કોચિંગ લઈ રહ્યા હતા આરોપી...
- પોલીસ પ્રમાણે, પીડિતાએ જે 3 આરોપીઓનાં નામ આપ્યા છે, તેમના નામ છે શ્રીનિવાસ, એમ. એન્જૈયા અને એમ. રાકેશ. આ ત્રણેય પોલીસમાં ભરતી થવા માટે કોચિંગ લઈ રહ્યા હતા.
- પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, આ ત્રણેયે બળાત્કારનો વીડિયો બનાવ્યો અને 10 દિવસથી તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની ધમકી આપી રહ્યા છે.
- કરીમનગર એસપી પ્રમાણે, ઘટના 10 ફેબ્રુઆરીએ શહેર બહારનાં વિસ્તાર વીનાવંકા ગામની છે.
શું છે મામલો?

- 2 મહિલા અને 3 પુરુષ વિદ્યાર્થીઓ કોચિંગ બાદ સાથે બહાર નીકળ્યા. બાદમાં આરોપીઓ બન્ને મહિલાઓને એક પહાડ પર લઈ ગયા.
- એક મહિલા જોખમ જાણીને ત્યાથી ભાગવામાં સફલ રહી, પરંતુ બીજી તેની ઝપેટમાં આવી ગઈ.
- જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે, ઘટના વીનાવંકા મંડળ કોચિંગ સેન્ટરની છે.
- પોલીસ પ્રમાણે, પીડિતાએ બે દિવસ પહેલા પરિવારનાં સભ્યોને ઘટના વિશે જણાવ્યું છે. તેની રેપની ફરિયાદને દાખલ કરી લેવામાં આવી છે. આરોપીઓ પર એસસી-એસટી એક્ટ અને આઈટી એક્ટ હેઠળ કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે.
શું કહે છે ગ્રામજનો?

ગ્રામજનો પ્રમાણે, પોલીસે પહેલા ફરિયાદ દાખલ ન્હોતી કરી. 24 ફેબ્રુઆરીએ ત્રણેયને ફટકાર્યા. ત્યારબાદ તેમને વારંગલ જિલ્લાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ગ્રામજનો પર પણ હુમલો કરવાનો કેસ દાખલ કર્યો છે.
શું કહે છે એસપી?

એસપી જોય પ્રમાણે, ફરિયાદ એટલા માટે મોડી થઈ કારણ કે, છોકરી કેસ કરવા માટે રાજી ન્હોતી. જો કે, અમે તપાસ કરી રહ્યા છીએ કે ફરિયાદ દાખલ કરાવવામાં વિલંબ કેમ થયો.
- બે આરોપીઓ હાલ હોસ્પિટલમાં છે. જ્યારે વીડિયો રેકોર્ડ કરનાર આરોપી રાકેશ પોલીસ કસ્ટડીમાં છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...